SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ સામાજિક સ્થિતિ અને અનિષ્ટો ઉપસ્થિત થયાં એ એક જુદા અભ્યાસને વિષય છે. અભ્યાસપાત્ર કાલખંડમાં રાજ્યકર્તાઓનું હિંદુ પ્રજા ઉપર ધાર્મિક દમન હતું તેમ ધાર્મિક સહિષ્ણુતાની ઘટનાઓ હતી અને અકબર જેવાએ એ ઘટનાનાં પ્રવર્તક બળાને પોળ્યાં પણ હતો, પણ હિંદુ સમાજ પોતાનાં નંદિન કાર્યોને સ્વસ્થતા અને આસ્થાપૂર્વક એ સમયમાં વળગી રહી શક્યો હોય તો એમાં જ્ઞાતિસંસ્થાને ફાળે ગણનાપાત્ર હતો. ગુજરાતમાં મુઘલ રાજ્યસત્તાની ઊતરતી કળા થઈ અને મરાઠી સત્તા પ્રસરવા લાગી તેમ હિંદુ પ્રજામાં આત્મવિશ્વાસ વધતો જણાય, પણ મરાઠાઓનું મુખ્ય ધ્યાન મુલકગીરી દ્વારા શક્ય તેટલું ધન એકત્ર કરવા તરફ હેઈ સામાજિક શાંતિની આશા અલ્પજીવી જ નીવડી અને અંગ્રેજ રાજ્યસત્તાની સ્થાપના થઈ ત્યાં સુધી સમાજ પ્રતિસ્પધી શાસકોની સાઠમારીમાં અટવાયા કર્યો. દર વર્ષે ગુજરાત ઉપર ઊતરી આવતા મરાઠી સૈનિકે માટે અરબી શબ્દ “ગનીય ' (“ધાડપાડુ) અઢારમા સૈકામાં ગુજરાતમાં પ્રચલિત થઈ ગયો હતો એ સૂચક છે. વીરમગામને કિલ્લે ઈ.સ. ૧૭૨૪ પછી તુરતમાં મરાઠા સામે રક્ષણ માટે બંધાર્યો હતો. ઔરંગઝેબે ઈ.સ. ૧૬૬૫ માં બહાર પાડેલા એક ફરમાનને સંપૂર્ણ પાઠ મિરાતે અહમદી'એ આપ્યો છે. એ ફરમાનમાં કુલ ૩૬ કલમ છે અને ગુજરાતની પ્રજા પાસેથી અમલદારો દ્વારા લેવાના કેટલાક ગેરકાયદે વેરા રદ કરવા માટેનો એમાં હુકમ છે. પણ ઔરંગઝેબની સામાજિક અને ધાર્મિક રાજનીતિ ઉપર એમાંની અમુક કલમ પ્રકાશ પાડે છે. હિંદુ વેપારીઓ પાંચમ એકાદશી અને અમાસને દિવસે પોતાની દુકાને બંધ રાખતા હતા; આ રિવાજ બંધ કરી દુકાને હમેશાં ખુલ્લી રહે અને ખરીદ-વેચાણ બધે સમય ચાલુ રહે એ જોવાનું અમલદારોને એમાં ફરમાવામાં આવ્યું છે. હિંદુ પ્રજા દિવાળીની રાત્રે રોશની કરે નહિ અને હેળીના તહેવારમાં અશ્લીલ ભાષા બેલાય નહિ તથા હળીમાં નાખવા માટે લોકોનાં લાકડાં ઉપાડી જવાય નહિ એને બંદોબસ્ત કરવાનો પણ એમાં હુકમ છે. એ પછીને ગુજરાતનો સામાજિક ઈતિહાસ જોતાં આ પ્રકારના હુકમને મોટા પાયા ઉપર અમલ થયું હશે કે કેમ એ શંકાસ્પદ છે. વડનગરનું સુપ્રસિદ્ધ હાટકેશ્વરનું મંદિર તોડવાને હુકમ ઔરંગઝેબે ઈ.સ. ૧૬૯૪માં આપ્યો હિતે. એ જ વર્ષમાં શાહી ફરમાન બહાર પડયું હતું કે રાજપૂત સિવાય બીજા હિંદુઓએ હથિયાર ધારણ કરવાં નહિ, હાથી ઉપર કે પાલખીમાં કે આરબ કે ઇરાકી ઘોડા ઉપર બેસવું નહિ. પ્રભાસપાટણ ખાતેનું સોમનાથનું મંદિર અગાઉ
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy