SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ] ગુજરાતની ટકશાળમાં પડાયેલા સિક્કા [૨૩૩ ટંકશાળોમાં માત્ર આ જ ટંકશાળના એના રાજ્યકાલનાં લગભગ પહેલાં ૩૦ વર્ષોના સિક્કાઓનું, એના સિક્કાઓ પર મળતું અતિ સાધારણ પદ્યપંક્તિવાળું તેમજ રાજ્યવર્ષ અને ટંકશાળ નામવાળા સૂત્રનું લખાણ એ સિક્કાઓના પૂરા ગેળ ક્ષેત્રમાં છે કે પાંચ પંક્તિઓમાં નહિ, પણ શાહજહાંના અતિ સાધારણ ભાતવાળા સિક્કાઓની જેમ ચરસક્ષેત્ર અને આજુબાજુ હાંસિયાઓવાળી ગોઠવણ પ્રમાણે આપવામાં આવ્યું છે. ઔરંગઝેબનો જે સેનાને સિક્કા નેંધાયો છે તે પણ ચરસ ક્ષેત્રવાળી ભાતને છે. એક બીજે સોનાને સિક્કા ખાનગી સંગ્રહમાં હોવાનું કહેવાય છે, પણ એની વિગત મળતી નથી. ચાંદીમાં પણ મોટા ભાગના સિક્કા આ ચોરસ સેગવાળી ભાતની છે. અલબત્ત, જુદાં જુદાં વર્ષોમાં હાંસિયાના લખાણની ગોઠવણમાં ફેર હોય છે. ચાંદીના સિક્કાની બીજી ભાત ઔરંગઝેબના અતિસાધારણ ગેળ ક્ષેત્રવાળી ભાત છે. આમાં હિજરી વર્ષ આગલી બાજુ પર બાજી પંક્તિમાં અંકિત છે, - જ્યારે બીજી બાજુનું રાજ્યવર્ષ વગેરેને લગતા, ઔરંગઝેબે શરૂ કરેલા સૂરાવાળું લખાણ અમદાવાદ અને સુરતની ટંકશાળના સિક્કાઓ જેવી ગોઠવણવાળું છે. ઔરંગઝેબના અનુગામીઓના અહીંના સિક્કા પ્રમાણમાં દુર્લભ છે. આઝમશાહનો તો કોઈ સિક્કા મળ્યો નથી. જ્યારે બાકીના બાદશાહના, શાહઆલમ બહાદુર અને ફખસિયરને બાદ કરતાં, એકબે એકબે સિક્કા મળ્યા છે. શાહઆલમ બહાદુરના ચાંદીના છેડા સિક્કા મળ્યા છે, જે એના અમદાવાદ અને ખ ભાતની ટંકશાળમાંથી પહેલા રાજ્યવર્ષ પછી પડેલા સિક્કાઓની ભાતના છે. શાહઆલમ બહાદુરના સિક્કા પર ટંકશાળનું નામ “જુનાગર' લખાયું છે. નામની આ જોડણી બાકીના મુઘલ બાદશાહના સિક્કાઓ પર અંકિત છે. ફરુ ખસિયરના ચાંદીના સિક્કા લખાણ ગોઠવણ વગેરે બાબતમાં એના ગુજરાતની બીજી ટંકશાળોના સિક્કાથી ભિન્ન ભાતના નથી. રેવ. ટેલરે એમના લેખમાં રફી ૩દવલા શાહજહાં ૨ જનો ચાંદીને એક સિકકો વર્ણ વ્યો છે. લખાણ અને ગોઠવણમાં એના બીજી ટંકશાળોના સિક્કા જેવી સજ્જ મે મુવાર શાહ ૧૬ • વાતશાહૂ નાવાળી ભાત છે ૩૫ મુહમ્મદશાહના જૂનાગઢની ટંકશાળમાં પહેલા રાજ્યવર્ષ માં ઢંકાયેલા એક કે બે સિક્કા મળ્યા છે, જે અતિસાધારણ ગઘસૂત્ર સજ્જ એ ગુવાર વગેરેવાળી ભાતના છે. મુહમ્મદશાહ પછીના કોઈ મુઘલ બાદશાહને જૂનાગઢને સિક્કો મળ્યો
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy