SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ] ગુજરાતની ટકશાળામાં પડાયેલા સિક્કા રિર૩ એના તાંબાના સિક્કા શાહજહાંના તાંબાના સિક્કાની બીજી ભાતના એટલે મે શાહગામી (શાહઆલમનો પૈસો) અને રાજ્ય-વર્ષ તથા ટંકશાળ–નામના સૂત્રવાળા છે. બીદર બતના પણ ત્રણે ધાતુઓમાં સિક્કા મળ્યા છે. સેનાના ઓછામાં ઓછા ચાર સિક્કાઓના અરિતત્વની માહિતી છે. એના પણ સેના અને ચાંદીના સિક્કાઓની ભાત એક છે, જે પાછલા મુઘલ સમ્રાટોના પદ્યલખાણવાળા સિક્કા જેવી છે. બીદર બખ્તને તાંબાનો સિક્કો ખાનગી સંગ્રહમાં હોવાનું કહેવાય છે.. મુહમ્મદ અકબર ૨ જાના ચાંદી અને તાંબાના સિક્કા મળ્યા છે. ચાંદીને સિક્કો પાછલા મુઘલ સમ્રાટોના સિક્કા મુવાર* વગેરે ગદ્યસૂત્રવાળા લખાણની ભાતના છે. એની બીજી બાજુના લખાણમાં અક્ષર નાગરીમાં અંકિત છે, જે સૂચવે છે કે આ સિક્કા વડોદરાના ગાયકવાડ તરફથી બહાર પાડવામાં આવ્યા હતા. તાંબામાં પણ એના સિક્કા એના પુરોગામીઓની કુલુસવાળી ભાતના છે. આ છેલ્લા પાંચ બાદશાહના સિક્કાઓ પર પણ ટંકશાળ–ચિહ્નો જોવા મળે છે. ૨. પાટણ ગુજરાતના જૂને પાટનગર (અણહિલવાડ) પાટણ માટે સિક્કા પર ‘નહરવાલા પત્તન” કે “શહરે પત્તન” નામે અંકિત મળે છે. ગુજરાતના સુલતાનના સમયમાં અહીં ટંકશાળ ન હતી. મુઘલ સમયમાં માત્ર અકબરના રાજ્યકાલની શરૂઆતનાં થોડાં વર્ષો દરમ્યાન અહીં ટકશાળમાં માત્ર હિ સ. ૮૮૪ અને ૮૮૫ માં બહાર પડેલા સિક્કા મળે છે એ જોતાં એ હિ.સ ૯૮૫ પછી બંધ કરવામાં આવી હોય એમ લાગે છે, અકબરના અહીંથી ત્રણે ધાતુઓમાં સિકકા બહાર પડવા હતા, જેમાં સેનાના સિક્કા અતિદુર્લભ છે. ચાંદી અને તાંબાના સિક્કાઓની પણ સંખ્યા ઝાઝી નથી. આ બધા સિક્કા એનાં ભાત લખાણ વગેરે બાબતોમાં અમદાવાદના સિક્કાઓને મળતા છે. અકબરને સેનાના એક સિક્કો લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં છે એમ સેંધાયું છે, પણ એનું વર્ણન ઉપલબ્ધ નથી. એના ચાંદીના ગણ્યાગાંઠયા સિક્કાઓમાં ભારતમાં લખનન પ્રવિનિશયલ મ્યુઝિયમની સિકકા ચિમાં બે નમૂના નંધાયા છે. ૧• એ ઉપરાંત બીજા એક
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy