SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮] મુઘલ કાલ મિ. કું” આ ભાતના સિક્કા માત્ર ત્રણેક વર્ષ સુધી બહાર પડયા હોય એમ લાગે છે. આ જ લખાણ અને બનાવટના, પણ હલકા એટલે કે પહેલાંના વજન (૧૬૯થી ૧૭૪ ગ્રેન)ના તેમજ બીજી બાજુવાળા લખાણના શબ્દો કે અક્ષરોની સહેજ જુદી ગોઠવણ ધરાવતા સિક્કા હિ.સ. ૧૦૨૭ અને ૧૦૩૩ વચ્ચે બહાર પાડવામાં આવ્યા. એ પહેલાં હિ.સ. ૧૨૭(રા. વ. ૧૭) દરમ્યાન નવા પદ્યલખાણવાળો સિક્કો પણ બહાર પડ હતા. આ જ વર્ષ એટલે પોતાના રાજ્યકાલના ૧૩ માં વર્ષ(હિ સ ૧૦૨૭)માં જહાંગીર ગુજરાતની મુલાકાતે આવ્યો ત્યારે એને એક નવી જ જાતનો સિક્કો બહાર પાડવાને વિચાર આવ્યો, જેણે માત્ર એની નહિ, પણ આખા હિંદની સિક્કા-શ્રેણીમાં નવી જ ભાત પાડી. આ સિક્કાઓ પર ઇલાહી વર્ષના જે માસમાં સિક્કો કાલે તે મહિનાનું રાશિ ચિહ્ન આપ્યું છે અને એ “રાશિવાળા સિકકાઓ” તરીકે ઓળખાય છે. અમદાવાદની ટંકશાળ માત્ર ચાંદીના આ સિક્કાઓ માટે મર્યાદિત રાખવામાં આવી હતી એમ લાગે છે, કેમકે અત્યાર સુધી અહીંને સેનાને એક પણ રાશિ–સિકકો મળ્યો હોવાની જાણ નથી. લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં એક કુંભ રાશિવાળ સેનાને સિકકો છે, જેની પાછલી બાજુ કુંભ રાશિનું ચિહ્ન અને આગલી બાજુ જહાંગીરની અમદાવાદ ટંકશાળના નામને સમાવી લેતી ઉપયુક્ત ચાંદીના સિક્કાવાળી પઘપંક્તિ છે, પણ એની હિજરી વર્ષ સંખ્યા તેમજ પદ્યપંક્તિનું લખાણ ભૂલભરેલું હોઈ તેમજ એની બનાવટની દૃષ્ટિએ એ બનાવટી સાબિત થયો છે.' જહાંગીરના અમદાવાદના ચાંદીના રાશિ-સિક્કા પણ માત્ર હિ.સ. ૧૦૨૭(રા. વ. ૧૭)ના ઉપલબ્ધ છે અને વજનમાં ૧૭૧થી ૧૭૫ ગ્રેન છે. જે રાશિના સિકકા મળ્યા છે તે આ છે : મેપ વૃષભ મિથુન કક સિંહ અને વૃશ્ચિક. ને એની આગલી બાજુ પર બાદશાહનું નામ, ટંકશાળ-નામ તેમજ હિજરી વર્ષની સંખ્યાવાળું લખાણ, ગઘ અથવા પદ્યમો છે. ગદ્યનું લખાણ નદાર શાદે ગવર વાઢશાહ છે, જ્યારે પદ્ય-પંકિતમાં ટંકશાળ-નામ પણ સમાવી લેવામાં આવ્યું છે. - વચગાળામાં એટલે કે હિ.સ. ૧૦૨૦ અને ૧૦૨૭ વચ્ચે હિજરી વર્ષની સાથે ઇલાહી વર્ષ તથા ઇલાહી માસનું નામ દર્શાવતા બે જુદી જુદી ભાતના એક ગદ્ય અને બીજા પદ્ય લખાણવાળા સિક્કા બહાર પાડ્યા. ગદ્ય લખાણવાળા સિક્કા હિ.સ. ૧૦૨૨ (રા. વ. ૮) સુધી રહ્યા અને એ જ વર્ષથી પદ્યલખાણવાળા સિક્કા બહાર પડયા. ગઘવાળા લખાણમાં એક તરફ બાદશાહનું નામ હદ્દીન ગાંજીર શા કારણો અને બીજી તરફ ટંકશાળ નામ અને ઇલાહી વર્ષ અને
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy