SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬] - મુe કાલ ધાર્મિક લખાણ અને બીજી બાજુ “જલાલુદ્દીન મુહમ્મદ અકબર બાદશાહ ગાજી' તેમજ હિજરી વર્ષની સંખ્યાવાળા લખાણનો પ્રયોગ થયો છે. આ સિક્કા વજનમાં લગભગ ૯૦ ગ્રેનના હાઈ એ અર્ધી રૂપિયા કે (ગુજરાતના સુલતાનની) મહમૂદી માટે વપરાતા હોય એમ લાગે છે. આ સિક્કાઓમાં અમુક પર આપવામાં આવેલા વર્ષોના આંકડા–દા.ત. ૧૨૧૭ વગેરે પરથી એમ લાગે છે કે અકબરની આ ભાતના સિક્કા પાછળથી લાંબા સમય સુધી કચછ અને નવાનગર જેવાં દેશી રાજ્યમાં પાડવામાં આવ્યા હતા. આ સિક્કા ગુજરાત-બનાવટવાળા સિક્કાઓના નામે મશહૂર છે. અમદાવાદ ટંકશાળના અકબરના તાંબાના સિક્કા સારી સંખ્યાના તેમજ વિવિધ ભાતના મળે છે. આ સિક્કાઓમાં અમુક પર લખાણમાં એનું મૂલ્ય ટંકા દેટાંકી ચાર ટાંકી વગેરે આપવામાં આવ્યું છે. શરૂઆતનાં વર્ષોમાં એટલે કે હિ.સ. ૮૮૦, ૯૮૧ માં ઢંકાયેલા તાંબાના સિક્કાઓની એક ભાતમાં એક તરફ ત્રણ પક્તિમાં “કુરે કવે* સમાનાર (અહમદાબાદમાં ઢંકાયેલે પૈસૌ) અને બીજી તરફ એટલી પંક્તિઓમાં માત્ર હિજરી વર્ષ શબ્દો તેમજ આંકડાઓમાં આપવામાં આવેલું છે. હિ.સ. ૯૮૨ થી દારુસ્સલતનત’ ઉપનામ સાથેના સંકશાળના નામવાળી એક ભાત શરૂ થઈઆ સિક્કા અકબરના રાજ્યારોહણના ૩૮ માં વર્ષ (એટલે ઇલાહી ૩૮-હિ.સ. ૧૦૦૧-૨) સુધી ચાલુ રહ્યા પછી એ જ ભાતના, પણ ટંકશાળના ઉપનામ વગર અને હિજરી વર્ષને બદલે માત્ર આંકડામાં ઇલાહી વર્ષ અને માસના નામના લખાણવાળા, સિક્કા બહાર પડવા. આ જ અરસામાં કે એ પછી સુલુસ નામને બદલે સંક્ર-–ગવરશાદી (અકબરી ટેકા) નામ ધરાવતા સિક્કા તથા એના ભાગ–એક-ટાંકી બેટાંકી, ચાર-ટાંકી વગેરે મૂલ્ય નામ ધરાવતા સિક્કા બહાર પડયા અને અકબરના રાજ્યનાં છેલ્લાં વર્ષો સુધી પડવા ચાલુ રહ્યા. તાંબાના આ સિક્કાઓમાં પૂરા “ફુલૂસ' કે “ટંકા'નું વજન ૩૧૦ થી ૩૧૫ ગ્રેન સુધી મળે છે, જ્યારે ચાર-ટાંકી આશરે ૨૪૦ ગ્રેન, એકાંકી આશરે ૫૭ ગ્રેન (મૂળ ૬૦ ગ્રેન) અને બેટ કી આશરે ૧૨૦ ગ્રેન તજનની મળે છે. ટંકામાં બેવડા વજનના ૬૨૦ થી ૬૩૦ ગ્રેનના મળે છે જહાંગીરના અમદાવાદના સિક્કા લખાણ બનાવટ વજન વગેરેની દષ્ટિએ અવનવી ભાતના છે. સોના અને તાંબાના મુકાબલે ચાંદીના સિક્કા વધારે સંખ્યામાં મળે છે. લખાણમાં ગદ્ય કરતાં પદ્યને વપરાશ વધુ રહે છે. અમદાવાદને જહાંગીરનો સેનાને જે સિક્કો અત્યાર સુધી સેંધાયો છે તે એના રાજ્યકાલના ૧૪મા વર્ષમાં બહાર પડયો હોઈ એમ ધારણ કરવામાં
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy