SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ રાજ્યતંત્ર મુઘલ સામ્રાજ્યમાં ઘણા મૂખા (પ્રાંતા) હતા. અકબરના સમયથી એમાં ગુજરાતને સમાવેશ થયેા. મુઘલ રાજ્યનું સ્વરૂપ મુઘલ રાજ્યનું સ્વરૂપ લશ્કરી શાસનનું હતું અને તેથી એ કેંદ્રીય રાજાશાહીનું હતું. મુસ્લિમ પ્રજા માટે એનેા રાજા ધર્મ અને રાજ્યને વડે। હતા અને તેથી એ રાખ એમના માટે સામાજિક કાર્યો કરતા, પરંતુ બિન-મુસ્લિમ પ્રજા માટે રાજા માત્ર સલામતી કે રક્ષણ આપવા જેવુ' કાર્યાં કરતા અને મહેસૂલ ઉધરાવતા. જાહેર શિક્ષણ એ રાજ્યની ફરજ ન હતી. મુધલ સમયમાં સામાજિક કાર્યો રાજ્ય પર નહિ, પણ તે કેમ જાતિ કે સમાજ પર છેાડી દેવામાં આવતાં. ગુજરાત સૂએ અને એના પેટાવિભાગ મુધલ સામ્રાજ્ય ‘મુઘલ હું' અને ‘તાબેદાર રાજ્યા' એવા એ વિસ્તૃત ભાગામાં વહેંચાયેલું હતુ’. ‘મુઘલ હિંદ'ના વહીવટ સીધા શાહી અથવા કેંદ્રીય સત્તા નીચે હતા, જ્યારે તાબેદાર રાજ્યા જુદી જુદી કક્ષાનું સ્વાતંત્ર્ય ભાગવતા રાજાએકનાં રાજ્ય હતાં. અકબરે શાહી મુઘલ પ્રદેશને ૧૫૯૫ માં બાર સૂબાએ(પ્રાંતા)માં વહેંચ્ય હતા; સમય જતાં એમાં ખાનદેશ વરાડ અને અહમદનગર જેવા પ્રદેશ ઉમેરાતાં પંદર મૂખા થયા હતા. એ પ્રાંતા દૂર હોવાથી અને તેઓને ગુજરાત કે માળવા સાથે જોડી દેવાનું રાજકીય રીતે પ્રતિકૂળ હેાવાથી, તેમેને દખ્ખણના અલગ સૂબા રાખવામાં આવ્યા. અકબરે જ્યારે ગુજરાત જીત્યું ત્યારે એણે એ સૂબાના વિભાગાની પુનર્· વહેંચણી કરી અને સરહદી વિસ્તારાને એના અગાઉનાં અધિકારક્ષેત્ર સાંપ્યાં. આથી એ સૂનામાં તાજના સીધા તાબા નીચે ના સરકાર હતી: અમદવાદ પાટણ નાંદેદ વડેદરા ભરૂચ ચાંપાનેર સુરત ગાધરા અને સાર. એમાં બધાં મળી ૧૯૮ પરગણાં અને ૧૩ બંદર હતાં.ર : ગઝેબના સમયમાં ૧૬૬૧ માં નવાનગર ખાલસા થતાં સીધા વહીવટ નીચેની સરકારેાની સંખ્યા દસ થઈ.૩ એ સમયે ખડિયા
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy