SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૨] ગુજરાતમાં મરાઠી સત્તાને પ્રારંભ.. [૧૮૯ અને દામાજીરાવે અમદાવાદમાં પ્રવેશ કર્યો (એપ્રિલ ૭) અને શહેરનું વહીવટી તંત્ર ગોઠવ્યું. પેશવાનો અધિકાર પ્રથમ વાર જ આ રીતે રથપાયે હતો. દામાજીરાવનું સ્થાન બીજી કક્ષાનું હતું. એણે પોતાના પ્રતિનિધિ તરીકે સેવકરામની નિમણૂક કરી અને પેશવાના પ્રતિનિધિના અધિકાર નીચે શહેરનું રક્ષણ કરવા માટે લકરી ખર્ચ પેટે દર મહિને છ હજાર રૂપિયા આપવાનું સ્વીકાર્યું. ૨૮ આ વ્યવસ્થા ૧૮૧૭ સુધી ચાલુ રહી હતી. ૨૯ રઘુનાથરાવે અમદાવાદ પર પેશવાને અંકુશ થાપી દીધું છતાં મુઘલ સત્તા ફક્ત નામ પૂરતી પાંચ વર્ષ ટકી રહી. ૧૭૫૬ માં થયેલા ભારે વરસાદના કારણે અમદાવાદની રક્ષણ–દીવાલેમાં ઠેકઠેકાણે ગભીર નુકસાન થયું હતું. એ સમયે રઘુનાથરાવ દિહી તરફ લશ્કરી પ્રવૃત્તિઓમાં રોકાયેલા હતો, અમદાવાદમાં ઝાઝું લશ્કર પણ ન હતું. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી ખંભાતને મોમીનખાન અમદાવાદ જતી લેવા અહીં આવ્યો. અમદાવાદમાં રહેલ પેશવાનો પ્રતિનિધિ સદાશિવ દાદર અને દામાજીરાવને પ્રતિનિધિ બંને મોમીનખાન સામે ટકી શક્યા નહિ. અમદાવાદ ત્રણ વર્ષ સાત મહિના (એપ્રિલ ૧, ૧૭૫૩ થી ઑકટોબર ૧૬, ૧૭૫૬) મરાઠાઓના કબજામાં રહ્યા બાદ મુઘલોના હાથમાં પુન: ગયું.• અમદાવાદ મોમીનખાનના હાથમાં ગયું તે સમયે ભારતમાં પેશવા બાલાજી બાજીરાવ રાજકીય પ્રભુત્વ ધરાવતો હતે. મોમીનખાનની પ્રવૃત્તિઓ અને અમદાવાદના પતનના સમાચાર જાણી એ ભારે રોષે ભરાયે અને શક્તિશાળી લશ્કર સાથે સદાશિવ રામચંદ્રને પૂરા અધિકાર સાથે ગુજરાતમાં મોકલ્યો. દામાજીરાવ ગાયકવાડને પણ એને સહકાર આપવા જણાવાયું. સદાશિવરાવે ૧૭૫૭ ના જાન્યુઆરીમાં ગુજરાતમાં પ્રવેશ કર્યો તેની સાથે દામાજીરાવ અને પાટણનો જવાંમર્દખાન પણ પોતપોતાના લશ્કર સાથે જોડાયા. ત્રણ પક્ષના સંયુક્ત લશ્કરે અમદાવાદને ઘેરો ઘાલ્યો. ૧૪ માસના ઘેરા બાદ મોમીનખાન શરણે આવ્યો અને અમદાવાદ મરાઠાઓના કબજામાં ફરી આવી ગયું, ત્યાં પેશવાની સર્વોપરિતા સ્થપાઈ, જે કે દામાજીરાવ ગાયકવાડના અમુક અધિકાર અને હકકો ત્યાં ચાલુ રહ્યા હતા. અમદાવાદનો વહીવટ ૧૭૫૮ પછી પેશવા, તરફથી મોક્લવામાં આવતા પ્રતિનિધિ દ્વારા થતો રહ્યો.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy