SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૨] ગુજરાતમાં મરાઠી સત્તાને પ્રારંભ... [૧૮૧ ગુજરાતમાં મોકલ્યો. ચિમાજીએ ચોથ માટે વાટાઘાટો ચલાવી, પણ એની શરતો નક્કી થઈ શકી નહિ. ૧૩ ૧૭૨૯ માં ચિમાજી કરી ગુજરાતમાં આવ્યો અને કયાજીના લશ્કર પાસેથી પાવાગઢ જીતી લઈ (૧૭૩૦), એણે પેટલાદ ખંભાત અને ધોળકા જઈ લુટફાટ કરી. | ગુજરાતને સૂબેદાર સરબુલંદખાન મરાઠાઓનાં આક્રમણોનો સામનો કરવા અસમર્થ બની ગયો હતો. દિલ્હી તરફથી પણ કઈ મદદ આવતી ન હતી. એક બાજુથી પેશવાને, તો બીજી બાજુએ પિલાજીરાવ અને કંથાઇને ઉપદ્રવ વધતો જતો હતો, સેનાપતિ દાભાડેના પ્રતિનિધિઓ(કંથાજી અને પિલાજીરાવ)નાં વર્ષો વર્ષ થતાં આક્રમણ ખાળવા માટે પેશવા સાથે કરાર કરવાનું યોગ્ય માની એણે પેશવા સાથે વિધિસર કરાર કર્યા (માર્ચ ૨૩, ૧૭૩૦). આ કરારથી એણે પેશવાને જમીન અને બંદરી જકાતોના આખા મહેસૂલ પર સરદેશમુખી આપી; એમાંથી માત્ર સુરત અને સુરત જિલ્લાને બાકાત રાખવામાં આવ્યાં. વળી ઉપરની મહેસૂલી આવકમાંથી ચોથ અને અમદાવાદના મહેસૂલમાંથી પાંચ ટકા કર આપવાનું સ્વીકાર્યું. આના બદલામાં શિવા પોતાનું ૨૫૦૦ જેટલું હયદળ ગુજરાતમાં રાખે, ખંડણીની વસૂલાત સરળતાથી અને રંજાડ કર્યા વગર કરે, અને ગુજરાતમાં મુઘલ સત્તા ટકાવી રાખવા છત્રપતિ શાહુ (એટલે કેપિલાજીરાવ જેવા મરાઠા સરદારો) ગુજરાતની બંડખોર પ્રજા ( અર્થાત્ દેસાઈઓ, જમીનદારો વગેરે)ને મદદ આપે તે પેશવા એને અટકાવશે એવી કબૂલાત કરવામાં આવી. ૧૭૩૦ નો આ કરાર, ૧૭૨૬ થી ૧૭૨૯ દરમ્યાન મરાઠાઓ (પેશવા કે દાભાડે, કથાજી, પિલાજીરાવ વગેરે) સાથે થયેલી સમજૂતીઓ તેમ કરાર, ૧૪ જેને અમલ કરવામાં આવ્યો ન હતો, તેના અંતરૂપે હતા. આ જ કરારથી એક વર્ષ બાદ સેનાપતિ દાભાડે અને પેશવા વચ્ચે ગુજરાતમાં સશસ્ત્ર અથડામણ થઈ હતી. ૧૮ મી સદીના પૂર્વાર્ધમાં સૌરાષ્ટ્ર વિસ્તારની રાજકીય પરિસ્થિતિ ભારે અંધાધૂંધી-ભરી હતી. ત્યાંના નાનામોટા રાજાઓ સરદારો વગેરે એકબીજા સામે અને વિશેષ કરીને પડોશી રાજ્યસત્તાઓ સામે સતત સંઘર્ષમાં રહેતા. નબળા પડોશી રાજ્યનું મહેસૂલ જેટલું બને તેટલું પડાવી લેવા માટે બળવાન પડોશી રાજ્ય હંમેશાં તૈયાર રહેવું અને અસહાય પ્રજા પાસેથી એમનું રક્ષણ કરવાના બહાને ખંડણી ઉઘરાવી લેતું. આવી પરિસ્થિતિમાં દામાજીરાવે સૌરાષ્ટ્રમાં ઘણી ચડાઈ કરી. મુઘલેની જેમ મુલુકગીરી દ્વારા લેક પાસેથી ખંડણી ઉઘરાવી. દામાજીરાવે ૧૭૩૦ના અરસામાં સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો ત્યારે અમરેલી નગર પર ત્રણ પક્ષેને–જેબલિયા જૂથના કાઠીઓ, કેટલાક સૈયદે અને જૂનાગઢના ફેજ
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy