SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧] ગુજરાતમાં વિદેશી વસાહત [૧૭૧: પોર્ટુગીઝ પાદરીઓ અ ગ્રેજોને ફાવવા દે એમ નહોતું. સુરત બંદરે ૧૬૦૮માં અંગ્રેજ વહાણ બહેકટર” નાંગર્યું. જહાંગીર પાસેથી વિલિયમ હાકિસે વેપારી સગવડ મેળવી, પરંતુ મુઘલ અમીરો અને પોર્ટુગીઝની ખટપટને લીધે એ રદ કરવામાં આવી.. હોકિન્સ પછી ૧૯૧૧ માં હેત્રી મિડટન સુરત આવ્યો. એ સમયે પોર્ટુગીઝ. અવરોધરૂપ હતા. પોર્ટુગીઝોનાં નાનાં વહાણ ચોકી કરતાં હોવાથી સુરત બંદર અંગ્રેજો માટે બંધ હતું તેથી મિડટને પાસેના સુંવાળી બંદરે વહાણ નંગર્યાં ને વેપાર પણ શરૂ કર્યો. પોર્ટુગીના દબાણને કારણે મુઘલ સત્તાવાળાઓએ અંગ્રેજોને સુંવાળી છોડવાનો હુકમ કર્યો. મિડલ્ટને રાતા સમુદ્ર પર અંગ્રેજ શકિત- ને પરચો બતાવ્યો, સુરત અને દીવનાં વહાણ અટકાવ્યાં. એ છોડાવવા લાગતા. વળગતાને સારી એવી રકમ ભરપાઈ કરવી પડી. ત્યાર પછી ૧૬૧૨ માં કેપ્ટન બેસ્ટે સુંવાળી ખાતે પોર્ટુગીને હરાવ્યા તેથી સુરતના અમલદાર પર અંગ્રેજો વિશે સારી છાપ પડી. બેસ્ટને આવકાર મળ્યો અને સત્તાવાળાઓએ કરાર પણ. કર્યા. ૧૩મી ઓકટોબર ૧૬૧૩ ના રોજ શાહી ફરમાન પણ આવ્યું. સુરત ખાતે વેપારી કોઠી લવામાં આવી. એને લડે ટોમસ એડવર્થ હતા. અંગ્રેજોનો વેપાર બરોબર ન ચાલે, કારણ કે સ્થાનિક વેપારીઓને પોર્ટુગીઝ પ્રતિ પક્ષપાત. હતો. બીજી તરફ પોર્ટુગીઝે અંગ્રેજોને મળેલા વેપારી હક્કોથી ચિડાયેલા હતા. તેથી તેઓએ મુઘલેનાં વહાણોને રંજાડવાનું શરૂ કર્યું. મુઘલેએ ઇંગ્લેન્ડથી આવેલા. ડાઉન્ટન પાસે પોર્ટુગીઝ વિરુદ્ધ સહાયની માગણી કરી. પોતાના દેશની પરવાનગી વિના ડાઉન્ટને એમ કરવાની અશક્તિ દર્શાવી તેથી મુઘલ સત્તા રોષે ભરાઈ ગેવાનો પોર્ટુગીઝ ગવર્નર અંગ્રેજ વહાણોને ખતમ કરવા સુરત આવ્યો. એ બંને વચ્ચે સુંવાળી બારી પાસે લડાઈ થઈ. પોર્ટુગીઝેને દીવ ભાગી જવું પડયું. અંગ્રેજોની જીતને પરિણામે દરિયાઈ વેપારમાં થોડી રાહત થઈ. ઈંગ્લેન્ડના રાજા જેમ્સ પહેલાના પ્રથમ અધિકૃત એલચી તરીકે ટોમસ રો ૧૬૧પના સપ્ટેમ્બરમાં હિંદ આવ્યો. ડિસેમ્બરમાં જહાંગીર પાસે પોતાની ઓળખપત્ર રજુ કર્યા. એ ત્રણ વર્ષ લગી બાદશાહની છાવણીઓમાં સાથે ને સાથે રહ્યો. અંતે એણે ગુજરાતમાં વેપાર કરવાનો પરવાનો મેળવ્યો. શાહજાદા ખુર્રમ પાસેથી અ ગ્રેજોને જે કરાર મળ્યા તે પ્રમાણે અંગ્રેજોને હથિયાર રાખવાની, પોતાનો ધર્મ પાળવાની અને પોતાના ઝઘડાઓનો નિવેડો લાવવાની છૂટ હતી, પરંતુ એમને ઘર બાંધવાની મનાઈ હતી. ૧૬૧૩ માં સુરતની કઠીની સ્થાપના બાદ ૧૬૧૫ થી. ૧૬૧૮ ને ગાળામાં ખંભાત ભરૂચ વડેદરા અને અમદાવાદમાં એની શાખાઓr. સ્થાપવામાં આવી હતી..
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy