SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ સુ] સમકાલીન રાજ્યે [ ૧૫૭ વિજાપુર વગેરેની પ્રજા વતના છેડી પાલણપુરને આશ્રયે આવતાં પાલણપુરની પૂર્વે ૧૬ કિ.મી. પર પહાડા વચ્ચે કરીમાબાદ વસાવી ત્યાં રક્ષણ આપ્યું હતું, ગુજરાતના મેદાર સરમુલંદખાને બાદશાહી સત્તાને અવગણી ને જોધપુરના. અભયસિંહ રાઠોડને મેદારી સાંપી સરખુલંદખાનને તાબે કરવા મેાકલ્યા ત્યારે કરીમદાદખાને રાઠોડેને મદદ આપી હતી. દીવાન પહાડખાન ૨ જો (ઈ.સ. ૧૭૩૫-૧૭૪૪) ઈ.સ. ૧૭૩૫ માં કરીમખાનના અવસાને એના પુત્ર પહાડખાન ૨ જો સત્તા ઉપર આવ્યેા. ઈ.સ. ૧૭૩૫ માં દામાજી ગાયકવાડે મંત્રી થાજી કદમને ગુજરાતમાંથી હાંકી કાઢવો ત્યારે એણે પેાતાની હારનું કલંક ધોવા મલ્હારરાવ હાલ્ફરની મદદ લઈ ગુજરાત પર ચડાઈ કરી, એમાં પહાડખાન પણ એના હાથે ઝડપાઈ ગયા હતા, જેની પાસેથી કદમે એક લાખની ખંડણી વસૂલ કરી હતી. (ઈ.સ. ૧૭૩૬), પહાડખાનના ભેાળપણથી પિતાને સાચવવા મળેલું એની સત્તા નીચેનું પાટણનુ પરગણું જવાંમર્દ ખાન ઉર્ફે કમાલુદ્દીન બાબીએ પડાવી લીધુ (ઈ.સ. ૧૯૪૦). પહાડખાને શિાહી તરફ વસેલા ભેમિયા જમીનદારે।ને તામે કરી પાલણપુરના રાજ્યમાં વધારે કર્યું હતેા. દીવાન બહાદુરખાન (ઈ.સ. ૧૭૪૪-૧૭૮૨) પહાડખાનના અવસાને ઈ.સ. ૧૭૪૪ માં એના કાકાબહાદુરખાન પેાતાના માટા ભાઈ ઉસ્માનખાનની ગેરહાજરીનેા લાભ લઈ તખ્તનશીન થયા. પાછળથી. સમાધાન થતાં ઉસ્માનખાનને પણ રાજ્યમાંથી કેટલાક ભાગ કાઢી આપવામાં આવ્યા હતા.૬૩ ૧૬. ખભાતના નવાબી વશ ખંભાતના રાજવંશ શરૂ કરનારા મીર્ઝા જારી નઝમુદ્દૌલાના પૂજ ઈરાનના નજમ ઈ-શની કુટુ ંબના અને શિયા સંપ્રદાયના હતા. એમને એક પૂજ ઈરાનના શાહ ઇસ્માઇલ સીના સાત પ્રધાનેામાંના એક હતા (ઈ.સ. ૧૫૦૦). ઈ.સ. ૧૭૨૩-૩૦ માં જ્યારે સરખુલંદખાન ગુજરાતનેા સૂમેદાર હતા ત્યારે મીરઝા જાફ઼રની શક્તિ જોઈ સૂબેદારે એને પેટલાદના વહીવટ સોંપેલા. એ અરસામાં એનું લગ્ન ઈરાનના દહેલની રાજવીઓના એક વંશજ મે।મીનખાન હેલમીની પુત્રી સાથે થયું. આ પછી સરખુલદખાને એને ગુજરાતની બક્ષોગીરી સોંપી હતી. આ અગાઉ મામીનખાનને સરખુલંદખાનની લાગવગથી ઈસ. ૧૭૧૪ માં સુરત અને ખ ંભાતની મુત્સદ્દીગીરી અને વડાદરા ભરૂચ ધોળકા પેટલાદ તથા
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy