SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પખુ' ] સમકાલીન રાજ્યા [૧૫ પાસે અથડામણ થઈ અને સેારાખખાન માર્યા ગયા. શેરખાન ખેડા ગયા તે રતનસિંહે એને પોરબંદરની ફોજદારી આપી, પણ શેરખાન એ ન લેતાં વાડાસિનાર ચાલ્યેા ગયે. ઈ સ. ૧૭૩૭ માં અભયસિ ંહ નિવૃત્ત થતાં મામીનખાન ગુજરાતના સૂબેદાર બની આવ્યેા. સમય એળખી લઈ, એણે પોતાના વિરાધી મેામીનખાન સાથે સમાધાન કરી જૂનાગઢતી ફાજારી સ્વીકારી. શેરખાન શાણા હાઈ એણે ભરાડા સરદાર રંગાજી સાથે મૈત્રી કરી એની સલાહથી જૂનાગઢના નાયબ ફોજદારના હૈદ્દો સંભાળી લીધા. ઈ સ. ૧૭૪૩ માં મેામીનખાનનું અવસાન થતાં શેરખાને ર ંગાઈને પક્ષ સાધી ખંભાત પરગણામાં મામીનખાનની જાગીરનાં ગામ લૂંટી લીધાં, મરાઠાઓનું જોર ખાળવા દિલ્હીથી ખુદાઉદ્દીન અને મુક્તઉદ્દીન નામના સરદારે મેટી સેના સાથે આવ્યા. રંગાજીને મહારાષ્ટ્રમાંથી કુમક ન મળતાં શેરખાને વચ્ચે પડી સમાધાન કરાવ્યુ., એવી રીતે કે મરાઠા વીરમગામ અને એરસદના કબજો છેાડી દે અને મુઘલ સેના અમદાવાદમાં રહે. રંગેજીની હત્યા કરવાની મુઘલ સેનાપતિએએ ચાલબાજી કરી, પણ શેરખાનની કુનેહથી ર્ગેાજી અચી ગયા અને બંને વાડાસિનેાર ચાલ્યા ગયા. આ સમયે ાઈ જવાંમદખાન બાબીએ બનાવટી ફરમાન દ્વારા ગુજરાતની બાગીરી બથાવી લીધી એટલે શેરખાને ગાયકવાડને ખારસદ લઈ લેવા સલાહ આપી. આ થતાં જવાંમર્દ ખાને શેરખાનને ઠપકા આપતાં શેરખાન જૂનાગઢ જવાને બદલે વાડાસિનેર ચાલ્યેા ગયેા. આ સમયે જૂનાગઢમાં દિલ્હીથી મીર દેરતઅલી અને હિમ્મતઅલી ફાજદાર થઈ આવ્યા, પણ તે નબળા અને ઐયાશી હાઈ જૂનાગઢનું તંત્ર ખખડી પડયુ. તેથી જૂનાગઢની પ્રજાએ અને દેસાઈએએ દલપતિરામ નામના નાગર મુત્સદ્દોને વાડાસિનેર શેરખાનને નિમંત્રા મેલ્યા. આ તક મળતાં શેરખાન પોતાના સાથીદારાને લઈ જૂનાગઢ આવી પહોંચ્યા અને ઈ.સ. ૧૭૪૭ ના એ વર્ષમાં એણે જૂનાગઢના પ્રદેશની સર્વીસત્તા કબજે કરી લીધી. જ્યારે ખંડેરાવ ગાયકવાડની વિધવા ઉમાબાઈનું સૈન્ય ખંડણી લેવા સારઠ આવ્યું ત્યારે શેરખાને કિંમતી નજરાણું આપી સૈન્યને પાલ્લું વાળ્યું. એ જ વર્ષે કાનાજી તાકોરે નામને। મરાઠા સરદાર અમદાવાદના એક અમીરની મદદ મેળવી સેર ઉપર ચડી આવ્યા, પણ શેરખાને—બહાદુરખાને હરાવી અને પાછા કાઢવો.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy