SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ મું]. સમકાલીન રાજે [૧૪૯ ૧૭૭ માં મરાઠાઓએ રાજયમાં પ્રવેશ કરી દખલ શરૂ કરી. રામદેવ પાસે નગરહવેલી તાલુકાનાં નગર અને ફતેપુર તથા એને લગતાં દસ ગામ રહેવા દઈ બાકીનાં બોતેર ગામ મરાઠાઓએ બથાવી લીધાં અને જકાતમાં ચે ભાગ વસૂલ કરવા લાગ્યા.૫૭ ૧૨. પાટડીના કણબી દેસાઈ પાટડીના દેસાઈઓને જાણવામાં આવેલ પૂર્વપુરુષ વરસિંહ મહમૂદ બેગડાના સમયમાં હતો અને વીરમગામના વાઘેલા ઠાકરે માથું ઊંચકતાં બેગડાએ એને વિરમગામ મોકલ્યો હતો, ત્યાં યુદ્ધમાં વાઘેલે ઠાકોર મરાતાં બેગડાએ વિરમગામ પરગણું વરસિંહને બક્ષિસ આપ્યું. એના અવસાન પછી કિશોરદાસ રામદાસ ગંગાદાસ કરસનદાસ મલકેજી સમાજ રણમલજી નાથજી અને વેણીદાસ એક પછી એક સત્તા પર આવ્યા. આ વેણીદાસને જહાંગીરે “દેસાઈ અને હોદ્દો આપી આસપાસના પ્રદેશની દેસાઈગીરી સોંપી હતી. વેણીદાસ પછી મકનદાસ મેહતરી ત્રીકમદાસ અને ભાણજી અનુક્રમે સત્તાધારી બન્યા. આ ભાણજીએ દસાડાના ઉજડ થયેલા પરગણુને આબાદ કર્યું એ ઉપરથી ઔરંગઝેબે એની જાગીર ઉપરાંત પાંચ ગામ વધુ આયાં. ભાણજી પછી ઉદેકરણ અને એના પછી ભાવસિંહજી થયો. અમદાવાદના સૂબેદાર સરબુલંદખાને વીરમગામ ઉપર આક્રમણ કરી છતી લીધું, પણ પાછળથી કેળીઓની મદદથી ભાવસિંહજીએ વિરમગામ હરતગત કરી લીધું. થોડા સમય પછી અમદાવાદના સૂબેદારે વીરમગામને ઘેરો ઘાલ્યો ત્યારે એણે દામાજી ગાયકવાડની મદદથી મુઘલ સૈન્યને હાંકી કાઢવામાં સફળતા મેળવી. પછી બંનેનાં મળેલાં સૌોએ પેશ્વાઈ પ્રતિનિધિ માધવરાવ પંડિતને હરાવ્યો અને પેશકશી ઉઘરાવી. ઝાલાવાડનાં બીજાં યુદ્ધો પછી ભાવસિંહજીએ વીરમગામ પરગણું દામાજીને આપ્યું અને પોતે વીસ ગામડાં રાખી પાટડીમાં રાજધાની બનાવી.૫૮ ૧૩. બાબી વંશ (1) જૂનાગઢના બાબી અફઘાનિસ્તાનના મૂળ રહીશ બાબી વંશને કોઈ આદિલખાન ઈરાનમાં આશરે લઈ રહેલા હુમાયૂની સાથે ભારતવર્ષમાં આવ્યું તેના પુત્ર ઉસ્માનખાનના પુત્ર બહાદુરખાનને અકબરના સમયમાં શિરોહીની જાગીર મળેલી. આ બહાદુરખાને શાહજહાંના સમયમાં શાહી દરબારમાં ઊંચું સ્થાન મેળવ્યું હતું. આ બહાદુરખાનનો ત્રીજો પુત્ર જાફરખાન વચલા પુત્ર મુઝફફરખાનના અવસાને
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy