SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧] મુઘલ કાલ હક્ક સેપ્યો, પણ ચેડા જ સમયમાં ગોવિંદજીનું અવસાન થતાં એને કુમાર સતરસાલજી શિહેરની ગાદીએ બેઠો. એક દિવસે અખેરાજજીના મળતિયા સતરસાલજીને મહેલમાંથી ઊંઘતો જ ઉઠાવી ગયા અને કાઠીઓની મદદ મળી જતાં અખેરાજજીને ગાદીએ બેસાડી દીધો. અખેરાજજીએ સતરસાલને ભંડારિયાને ટપો જાગીરમાં આપી એના મનનું સમાધાન કરી આપ્યું. અખેરાજજી શક્તિશાળી પુરવાર થયા. અખેરાજજીના અવસાને ઈ.સ. ૧૬૬૦માં એને કુમાર રતનજી અને એના અવસાને ઈ.સ. ૧૭૦૩માં એનો કુમાર ભાવસિંહજી ગાદીએ આવ્યો. ઈ.સ. ૧૭૨૨-૨૩માં કંથાજી કદમ બડે અને પિલાજી ગાયકવાડે શિહેર પર હુમલે કરેલે, પણ ભાવસિંહજીએ એમને પાછા હઠાવ્યા, ભાવસિંહજીને શિહેરમાં સલામતી ન લાગતાં ખંભાતના અખાતની સૌરાષ્ટ્ર બાજુની વડવાની ખાડીને કાંઠે આવેલા એક નાના ગામને પસંદ કરી ત્યાં ભાવનગરની વસાહત ઈ.સ. ૧૭૨૩માં વિકસાવવાનો આરંભ કર્યો. એણે મુસ્લિમ પકડમાંથી ઘોઘા પણ ઝૂંટવી લીધું અને રાજ્યની સીમા વધારી એણે સુરતના સિંધી કિલ્લેદાર સાથે ભાવનગરના વેપારના રક્ષણ માટે કરાર કર્યો, જેમાં ભાવનગરના બંદરની જકાતનો સેંકડે એકચતુર્કીશ ટકે સિંધી કિલેદારને આપવો, સુરતના વેપારીઓની થોડી જકાત માફ કરવી, બદલામાં ભાવનગરથી સુરતમાં જતા માલની જકાત ન દેવી, વગેરે મુખ્ય કલમ હતી. સુરતના સિંધી કિલેદાર અને ભાવસિંહજીએ સૌરાષ્ટ્રના કિનારાના ચાંચિયાઓને કચડવાને ઠરાવ કર્યો હતો. ભાવસિંહજીએ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે વેપારી સંધિ કરી સરળતા કરી આપી હતી. એણે ભાવનગર શિહેર અને ઉમરાળા આસપાસનાં ગામ પિતાની સત્તામાં લઈ પાલીતાણુને ભાયાત પાસેથી ત્રાપજ અને ચાંચિયા કોળીઓ પાસેથી સુલતાનપુર પણ મેળવી રાજ્યની સીમા વિસ્તારવાળી કરી સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો હતે. (૨) લાઠીના ગૃહિલ લાઠીમાં ગૃહિલેની શાખા ગોહિલવાડના ગુહિલોના આદ્ય પુરુષ સેજકજી (ઈ.સ. ૧૨૪૦-૧૨૯૦)ના બીજા કુમાર સારંગજીથી શરૂ થઈ હતી. સારંગજીની બહેન વાલમકુંવર જૂનાગઢના ચૂડાસમા રા'ખેંગારને પરણી ત્યારે રાતે સારંગજી અને એના ભાઈ શાહજીને અથલા ચોવીસી જાગીરમાં આપી હતી. સારંગજીએ શહાજીને માંડવીને ટપ્પો આપી પોતે અથલામાં મથક રાખ્યું હતું. જૂનાગઢના રા'માંડલિકે અથલાને નાશ કર્યો ત્યારે સારંગજીની ચોથી પેઢીએ થયેલા રાજવીએ લાડી આવી ત્યાં રાજધાની કરી.૪૪ લાઠીના એક ઠાકોરે દામાજી ગાયકવાડને પિતાની કુંવરી પરણાવી ત્યારે ચભારિયા તાલુકા એને પહેરામણીમાં આપેલો.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy