SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ] મુઘલ કાલ [». એ પછી માટી તૈયારી સાથે રાવ ફરી તરસંગમ ઉપર ચડી આવ્યા. આવા વિગ્રહમાં સલામતી નહિ જણાતાં જાયમલ કુટુંબકબીલા સાથે તરસંગમમાંથી ખસી ગયા અને દાંતામાં જઈ રહ્યો. એને પુત્ર જેઠમલ અમદાવાદ ગયેા. દાંતામાં સ્થિર થયેલા મહારાણા જાયમલના અવસાને ગાદીએ આવ્યા. રાવે દખાવેલા પ્રદેશ છેડાવવા માટે જેઠમલ આ વખતે કલ્યાણમલના અવસાને આવેલા એના પુત્ર રાવ જગન્નાથ ઈડરને સત્તાધીશ હતા. જેઠમલની ચડવણીથી સૂબેદારે ઈડર પર ચડાઈ કરી, આથી જગન્નાથ ગભરાઈ ઈડર છેાડી નાસી ગયા, ત્યારે મુઘલ ફાજે ઈડરના કબજો કરી લીધે. રાણા જેઠમલ પછી પૂજો માનસિહ અને ગસિંહ ક્રમે સત્તા પર આવ્યા. રાણા ગજસિ ંહનું ઈ.સ. ૧૬૮૭ માં અવસાન થતાં એને કુમાર પૃથ્વીસિંહ ગાદીએ આવ્યા. આના સમયમાં દામાજી ગાયકવાડનું સૈન્ય દાંતા સુધી આવી પહોંચ્યું હતુ.. થૈડા સામના પછી ખ’ડણી આપવાનું સ્વીકાર્યાંથી દામાજી ચાહ્યા ગયા. એ પછી અમદાવાદના સૂમેદાર હૈદરકુલીખાન પણ દાંતા ઉપર ચડી આવેલ. પૃથીસિ હતુ ઈ.સ. ૧૭૪૩ માં અવસાન થયું તેથી એના ભાઈ વીરમદેવના પુત્ર કરણસિંહને ગાદી મળી,૪૧ (૩) સ્થના પરમાર પંચમહાલ જિલ્લાના પૂર્વ વિભાગના ડુંગરો વચ્ચે સૂંથનું નાનું પરમાર વંશનું રાજ્ય આવેલું. આ વ`શને! મહિપાવત શાખાને ન્લલમસિંહુ ઈ.સ. ૧૧ મી સદીમાં પંચમહાલની પૂં સરહદે આવેલા એક સ્થળે ઝાલેદ નામનું ગામ વસાવી ત્યાં સ્થિર થયા. એના પછી જાહાજસિંહ બિકમસિં હૃદયસિંહૈં પ્રતાપસિંહુ અને જાલમસિ હ(ર જો) એક પછી એક ગાદીએ આવ્યા. ઈ.સ. ૧૨૪૭ ના એક મુસ્લિમ આક્રમણમાં જાલમસિ ંહ(૨ જા)નું મરણ થતાં એના સંત નામને કુમાર ભીલી પ્રદેશમાં વસી ગયા અને ઈ.સ. ૧૨૫૫ માં ત્યાં “સૂથ'' નામનું ગામ વસાવી રાજ્ય કરવા લાગ્યા તે એના કાકા લીમદેવે કડાણામાં રાજ્ય સ્થાપ્યું.... સ ંત પછી નવધણુ નાપે! પ્રથીસિહ સૂરા અને જયસિહુ એક પછી એક સત્તા પર આવ્યા. જયસિંહના અખેરાજ ગજસિંહ અને કુંભા એ ત્રણ પુત્રોએ એક પછી એક રાજ્ય કર્યુ. ઈ.સ. ૧૪૧૪ થી ૧૪૪૩ સુધીમાં ગુજરાતના સુલતાન અહમદશાહે કરેલી ચડાઈઓને કારણે આ રાજવીએ ત્યારથી સુલતાનના ખડિયા અન્યા. t
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy