SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ મું]. સમકાલીન રાજે [૧૨૫. શાખા સ્થાપી. કુંભેજીના અવસાને એના અનુગામી તરીકે આવેલા સંગ્રામજીએ પોતાનું વહીવટી–મથક ગોંડળમાં રાખ્યું ત્યારથી એ એ શાખાની રાજધાની બન્યું. સંગ્રામજી પછી આવેલા હાલોએ જૂનાગઢમાં વસંતરાય પુરબિયાએ બહાદુર ખાનને હટાવી સત્તા હાંસલ કરી ત્યારે દીવાન દલપતરામને અનેક રીતે સહાય કરી, પોતે અને પુત્રે જાતે પોતાનાં સૈન્યને લઈ જૂનાગઢ હસ્તગત કરવામાં સહાય કરી, જેને અંતે ધોરાજીનું પરગણું ગીર મેળવ્યું. એ પછી ભાયાવદર મેળવ્યું અને એના અનુગામી કુંભેજી ૨ જાએ ધોરાજી ઉપલેટા વગેરે સમૃદ્ધ પરગણું હાથ કર્યા. (૬) મેરબીના જાડેજા ઈ.સ. ૧૬૯૭ માં કચ્છના રાવ રાયધણજીનું અવસાન થતાં પ્રાગમલજી સત્તા ઉપર આવ્યો ત્યારે ભાઈ નોંધણજીના પુત્ર હાલેજીએ કાંઠીને પ્રદેશ છેડે હાથ કરી લીધો હતો અને રોજની વિધવા રાણી બાળ કુમાર કાંયોજીને લઈ મોરબી તરફ નાસી આવી હતી. અહીં કાજી ઉંમરે આવતાં એણે કચ્છની સરહદની અંદરના કટારિયાનો તેમજ વાગડનો મુલક હાથ કરી યુક્તિપૂર્વક મેરબીને પ્રદેશ પણ કબજે કરી લીધો હતો. પોતાના અવસાન પહેલાં મેરબીને પંથક પોતાના કુમારો તેજમલજી અને અલિોજીને સેં ને વાગડ પંથક બીજા કુમારોને સોંપે. તેજમાલજી ઈ.સ. ૧૭૨૯માં અવસાન પામતાં પિતાની હયાતીમાં જ અલિયોના હાથમાં મોરબીની ઠકરાત અને કચ્છમાંના આઈ. તેમ કટારિયા તાબાનાં બીજાં ચોવીસ ગામ આવ્યાં. કાંજીનું અવસાન ઈ.સ. ૧૭૩૪ માં થયું. અલિયે મોટે ભાગે કચ્છના આધોઈ (તા. ભચાઉ)માં રહેતે હતે. ૧૭ કચ્છના અખાતનું વવાણિયા બંદર એણે શરૂ કર્યું. એક વાર દ્વારકાની યાત્રાથી પાછો આવતો હતો ત્યાં પડધરી ગામમાં ત્યાંના હાલેજી નામના ગરાસિયાએ એને મારી નાખતાં એના અનુગામી તરીકે એનો કુમાર રવોજી આવ્યો. સત્તા પર આવતાં જ એણે. પડધરી પર ચડી આવી એને ઉજજડ કરી નાખ્યું અને નવાનગરના જામ પાસેથી સાત ગામ બદલામાં લીધાં. પાછળથી નવાનગરના જામે છ ગામ પાછાં લઈ લીધાં. ને એકલું ઘુનડા (તા. મોરબી) મેરબી પાસે રહ્યું. રજીએ મોરબીને વિરતારા વધાર્યો અને મેરબીને ફરતો મજબૂત કિલ્લે બાંછે. માળિયા(મિયાણા) ના ઠાકોર સાથેની અનેક અથડામણમાં એને સફળતા મળી નહોતી. કર૭નો કુમાર લખપતજી રિસાઈને મેરબી આવેલો ત્યારે રોજીએ એની સારી ખાતર–બરદાસ્ત કરેલી.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy