SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ સમકાલીન રાજે ૧. જાડેજા વંશ કચ્છના જાડેજાઓની એક શાખા જામ રાવળના સમયથી નવાનગરની સ્થાપના સાથે ઉત્તર સૌરાષ્ટ્રમાં શરૂ થઈ, તે બીજી શાખા ઈસ. ૧૫૭૪૧૭૫૭ ના ગાળાના અંતભાગમાં મેરબીમાં શરૂ થઈ. આમ કચ્છ નવાનગર અને મોરબી એમ ત્રણ મુખ્ય શાખા વિકસી. (૧) કચ્છના જાડેજા આ પૂર્વેના ગ્રંથ(પૃ. ૧૫૪)માં કચ્છની ગાદીએ ખેંગારજી (૧ લા)ને જે. નવાનગરના જામ રાવળે એને વિનાશ કરવા કરેલા પ્રયત્ન નિષ્ફળ ગયા. સિંધ તરફની સરહદના રક્ષણ નિમિત્તે સિંધના શાહ હુસેન સાથે અથડામણે થતી. ઝારાના યુદ્ધમાં રાવને પરાજય પણ મળ્યો, પણ હુસેન કચ્છને કશું નુકસાન કરી શક્યો નહિ. ૯૦ વર્ષની ઉંમરે ઈ.સ. ૧૫૮૫ માં ખેંગારજીનું અવસાન થતાં કચ્છને સ્વતંત્ર સત્તા તરીકે અંત આવ્યો, છતાં અમદાવાદી સત્તાની પકડ ઢીલા પ્રકારની જ હતી : માત્ર કચ્છના રાવે જરૂર પડતાં ૫,૦૦૦ ઘોડેસવાર લશ્કરથી સહાયમાં જવાનું હતું. ખેંગારજી ઈ.સ. ૧૫૮૫ માં અવસાન પામ્યો એની પૂર્વે જ મોટો પુત્ર ભોજરાજજી હળવદના રાયધર ઝાલાની મદદે જતાં કામ આવી ગયેલો અને એને પુત્ર અસિઝ તદ્દન બાળક હોવાથી ભેજરાજજીને ભાઈ ભારમલજી (૧) સત્તા ઉપર આવ્યો. મુઝફર ૩ જે હાલારમાંથી નાસી ભારમલજી પાસે ગયેલે ત્યારે રાવે એને મુઘલ સૈન્યને હવાલે કર્યો હતો વગેરે વિગત આ પૂર્વે સૂચિત થઈ છે. ભારમલજી ગુજરાતના સત્તાધારીઓને અધીન હતો. એણે બેએક વાર ભાથું ઊંચકેલું, પણ નિષ્ફળતા મળેલી. જહાંગીર જ્યારે ઈ.સ. ૧૯૧૭માં અમદાવાદ આવેલ ત્યારે ભારમલજીને એની સલામીએ જવું પડયું હતું, જ્યાં સારું નજરાણું ધરતાં જહાંગીરે પણ એની સારી કદર કરી એને ટંકશાળ સ્થાપવાની અને એમાં કચ્છી કેરીનું નાણું છાપવાની સત્તા આપી હતી. ભત્રીજો
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy