________________
]
અકબરથી ઔરંગઝેબ
[૮૫
આવ્યા કે દ્વારકાના મુઘલ થાણા પર હલ્લે થયો છે અને એને થાણેદાર માર્યો ગયો છે. ઔરંગઝેબને એ સમાચાર મળતાં દ્વારકાના સુવિખ્યાત મંદિરને તોડી પાડવાને હુકમ કર્યો, પરંતુ એના હુકમનું પાલન થયું હતું કે કેમ એ જાણી શકાતું નથી. મરાઠાઓના સંભવિત હુમલાઓને પ્રતીકાર કરવા ગાઝીઉદીનખાન ફિરોઝજંગ જેવા બાહોશ સેનાપતિને મોકલવા અને વધારે લશ્કરી કુમક મોકલવા શાહજાદાએ ઔરંગઝેબને મોલાવેલા સંદેશાના જવાબમાં ગુજરાત સૈનિકની ખાણ હોવાથી ત્યાંથી નવી ભરતી કરી પાંચ હજારનું અશ્વદળ રાખવા બાદશાહે ફરમાન કર્યું.
સાત મહિનાના વહીવટ બાદ શાહજાદા મુહમ્મદ બીદર બખ્ત, નિયુક્ત થયેલ સૂબેદાર ઈબ્રાહીમખાન કાશ્મીરથી અમદાવાદ આવતાં (ફેબ્રુઆરી ૮, ૧૭૦૭) વહીવટને હવાલે એને સોંપી દીધો. ઇબ્રાહીમખાન (૧૭૦૭)
ઈબ્રાહીમખાને વહીવટ સંભાળ્યા બાદ થોડા દિવસમાં બાદશાહ ઔરંગઝેબનું અવસાન (માર્ચ ૩, ૧૭૦૭) થયાના સમાચાર આવ્યા.
પાદટીપ
૧. Supplement to the Mirat-i-Ahmadi (Eng. Trans. by Nawab Ali and C. N. Seddon), p. 162
અબુલ ફઝલ શાહી સૂબાઓ(પ્રાંતોમાં તળ ગુજરાતમાં પાટણ, અમદાવાદ (ઝાલાવાડ સહિતનું), વડોદરા, ગોધરા, ચાંપાનેર, નાંદોદ, ભરૂચ અને સુરતને તથા સોરઠ (સૌરાષ્ટ્ર)નો સમાવેશ કરે છે, જ્યારે બાકીના પ્રદેશ હિંદુ રાજાઓ અથવા
તાબેદાર કે ખંડિયા રાજાઓના હતા. 2. Elliot and Dowson, History of India, Vol. V, p. 384 3. Akbarnama, Vol. III. pp. 277-79 8. James Bird, History of Gujarat, p. 354 ૫. “મિરાતે અહમદી' (ગુજરાતી ભા.), વ. ૧, ખંડ ૧ પૃ. ૧૫૯-૧૫૭ 4. Akbarnama, Vol III, np. 948-49 . ૭. “મિરાતે સિકંદરી' (ગુજરાતી ભા.), પૃ. ૪૭૪ c. Mirat-i-Ahmadi, Vol. II, pp. 182-83