________________
૪૦].
સલ્તનત કાલ
પ્રિ.
પ્રદેશોમાં પણ એને પ્રભાવ પડતો હતો, આથી સુલતાનના ગોઠિયાઓને એની ઈર્ષ્યા આવી અને એને આડું અવળું સમજાવી એને દિલ્હી બેલાવડાવી મગાવ્યો.
હિ.સ. ૭૭૩(ઈ.સ. ૧૩૭૧-૭૨)ના અરસામાં મલેક શમસુદ્દીન અબૂરાજા નાયબ નાઝિમ નિમાઈને ગુજરાતમાં આવ્યો. એ વિદ્વાન, શાયર અને મુત્સદ્દી હતો, પણ એની કામગીરીમાં એ વિશ્વાસપાત્ર ન હતો. એ લાંચ લેવા ટેવાયેલો હતો અને નાણું ઉચાપત કરવામાં એ એક્કો હતો ૪૮ પિતાની ઈરછા બર લાવવાને એણે લેકે ઉપર વિવિધ પ્રકારના જુલમ કર્યા હતા. આને લીધે ગુજરાત વેરાન થઈ ગયું અને મહેસૂલ ઘટી ગયું, આથી સુલતાને કઈ યોગ્ય પુરુષને ગુજરાતને વહીવટ કરવા મોકલવાનો નિશ્ચય કર્યો. ઝફરખાનના એક સંબંધી શમ્સદ્દીન દામગીનીએ એ પ્રદેશને વહીવટ મને સોંપવામાં આવે તો ચાલુ આવતી બે કરોડની વાર્ષિક આવક ઉપરાંત ૧૦૦ હાથી, ૪૦ લાખ ટંકા રોકડા અને હિંદી અને હબસી મળીને ૪૦૦ ગુલામ અને ૨૦૦ અરબી અને ઇરાકી ઘોડા હું દિલ્હી મોકલતો રહીશ એવું વચન આપ્યું. આથી સુલતાને એને સોનેરી કમરપટ્ટો, ભાલે, ચડેલ (એક પ્રકારની પાલખી) વગેરે શાહી ચિહન એનાયત કરી ગુજરાતનું નાઝિમપદ સેપ્યું (ઈ.સ. ૧૩૭૪). શમસુદીન દામાની (ઈ.સ. ૧૭૭૪-૧૩૮૦)
પોતાની નિમણૂક નાઝિમપદ ઉપર થયા બાદ શમ્સદ્દીન દામગાની ભારે ઠાઠથી ગુજરાતમાં આવ્યો અને એણે વ્યવસ્થાનું કાર્ય કરવા માંડયું. થોડા જ દિવસમાં એને લાગવા માંડયું કે સુલતાનને આપેલું વચન પાળવું મુશ્કેલ છે, તેથી જ્યાં મળ્યું ત્યાંથી અને જે રીતે બન્યું તે રીતે એણે ધન એકત્રિત કરવા ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. રાબેતા મુજબ દર વરસે મહેસલની મોકલવાની રકમ એણે દિલ્હી મોકલી નહિ અને એણે પરદેશીઓને બાજુએ રાખી સ્થાનિક
કે, રાજપૂત ઠાકોર અને રાજાઓ સાથે મિત્રાચારીનો સંબંધ બાંધવા માંડયો. ગુજરાતમાં વસતા અફઘાન અમલદારે અને ત્યાં બાકી રહેલા સદા અમીરોએ એની આ નીતિને વિરોધ કર્યો. આગળ ઉપર એણે ખુદ મુખ્તાર હેવાની જાહેરાત કરી ત્યારે તેઓ સૌ ઉશ્કેરાટમાં આવી ગયા અને એક દિવસ સવારના પહેરમાં એના મકાનમાં પ્રવેશ કરી એની કતલ કરી.૪૯ આના પરિણામે ગુજરાતમાં શાંતિ પ્રસરી ગઈ (ઈ.સ. ૧૩૮૦).૫૦ કહdલમુક (ઈ.સ. ૧૭૮૦–૧૩૮૮)
શમ્સદ્દીન દામાનીની કતલ થઈ એ પછી મલેક મુફરહને “હંતુમુક