SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦] - સસ્તનત કાલ પિરિ વેપારીઓનાં માલથી લદાયેલાં જહાજ પરદેશ ઊપડવાની તૈયારીમાં જોયાં. ખંભાત બંદરને દરિયે છીછરો હોવાથી ત્યાંથી નાની હેડીઓ દ્વારા માલ દીવ લાવવામાં આવતો. ફ્રેડરિકે એ પણ નોંધ કરી છે કે ફિરંગીઓને દરિયા પરનો અંકુશ એટલે બધો સજજડ હતો કે દેશના વેપારી ફિરંગી વાઈસરોય તરફથી પરવાના કે રજા મેળવ્યા સિવાય વેપાર કરી શક્તા નહિ કે જહાજે હંકારી શક્તા નહિ. પરવાના કે પાસ વગરની એમની હોડીઓ કબજે લેવાતી. ફેડરેકે ખંભાતને “અતિ સુંદર શહેર' તરીકે વર્ણવેલું છે, પણ ૧૫૬૩ માં એ મહાદુષ્કાળમાં સપડાયું હતું. એના જણાવ્યા મુજબ શહેરના હિંદુ લોકો એમનાં પુત્ર અને પુત્રીઓને ફિરંગીઓ પાસે લઈ જતા ને એમને ખરીદી લેવા વિનંતી કરતા. દરેકની કિંમત આઠ કે દસ લેનિ ચૂકવાતી એણે જોઈ હતી. ખંભાતની ધીકતી વેપારી પ્રવૃત્તિથી એ પિતે ખૂબ અંજાઈ ગયો હતો અને એ કહે છે કે મેં જે આ જોયું ન હોત તો હું માનત નહિ કે ખંબાઇદમાં વેપાર આવડો મટે છે.” પરદેશમાંથી આયાત થતી ચીજોમાં મસાલા ચીની રેશમ ચંદન હાથીદાંત મખમલ અને સુવર્ણ સિકિવનને સમાવેશ રેડરિક કરે છે. દીવ બંદરેથી મોટા જથ્થામાં સફેદ અને રંગીન કાપડ ગળી સુંઠ આમળાં ખાંડ કાચું સૂતર અફીણ હિંગ અકીકના પથ્થર વગેરેની નિકાસ થતી. ખંભાતની હુન્નરકલામાં રેડરિકને સહુથી વધુ આકર્ષક હાથીદાંતનાં વિવિધ રંગમાં બનતાં કંકણ લાગ્યાં હતાં. એ કહે છે કે હિંદુ સ્ત્રીઓ એની ખૂબ શોખીન હતી અને આ આભૂષણથી પિતાના હાથ પૂરા ભરી દેતી. આમ રેડરિક દીવ અને ખંભાતનાં બંદરની ધીકતી વેપારી પ્રવૃત્તિની જે નેંધ કરી છે તે અન્ય સમકાલીન લખાણે અને પ્રવાસીઓએ આપેલી માહિતીને મળતી આવે છે. પાટીપા ૧. ગંધાર હાલ ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકામાં ઢાઢર નદી પર ખંભાતના અખાતથી ચાર માઈલ દૂર છે. આ સમયે એ દરિયાઈ વેપારનું નોંધપાત્ર સ્થાન હતું. ઈસ. ૧૫૪૬ પછી ફિરંગીઓના ઉપદ્રવને કારણે એની પડતી થઈ.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy