________________
s]
સતનત કાહ
[..
સ્થાપત્યમાંથી આવી છે. પ્રાચીન જૈન પ્રતિમાઓમાં આ પ્રકાર નજરે પડે છે. ચક્ષચિત્રની આ પ્રકારની પદ્ધતિને કારણે આ ચિત્ર જુદાં તરી આવે છે. એમાં ચક્ષુ મેટાં અને લાંબાં લગભગ કાન સુધી પહોંચે છે, ભવાં અને નેની લંબાઈ સમાન છે. ૨. રંગમાં પણ આ ચિત્રોને પોતાની વિશેષતા છે. એની પૃષ્ઠભૂમિમાં મોટે ભાગે
લાલ રંગ વપરાય છે. એવી રીતે આવશ્યકતાનુસાર વાદળી પીળો વેત તથા નીલા રંગનો ઉપયોગ થાય છે. રાજપૂત શૈલીના ચિત્રકારોએ પણ લાલ રંગને ઉપયોગ કર્યો છે, પરંતુ તેઓને દૃષ્ટિકોણ તો શૃંગારના આવિર્ભાવ રહ્યો છે.
તાડપત્રો પર અંકાયેલા ચિત્રમાં પ્રાયઃ પીળા રંગનો ઉપયોગ કરેલે છે, સેનેરી રંગ પણ ઉપયોગમાં લેવામાં આવ્યા છે. કેટલાંક ચિત્રોની પૃષ્ઠભૂમિ પીળા તથા લાલ રંગના મિશ્રણથી બનાવેલી હોય છે. વસ્ત્રચિત્ર ઉપર રંગાને પ્રયોગ કરતી વખતે ના નાં નાનાં ધાબાં અંકિત કરાયાં છે. આ ચિત્રોમાં રેખાંકન શ્રેષ્ઠ કારિનું હેય છે. રેખાઓને મુખ્ય ઉદ્દેશ ભાને અભિવ્યક્ત કરવાનું હોય છે. આ દષ્ટિથી તાડપત્ર ઉપર કલાકારોએ જે સૂક્ષ્મ રેખાઓ અંકિત કરી છે તે ખૂબ સુંદર છે અને એમાં વ્યક્ત થતાં કલાકારનાં પ્રતિભા અને કૌશલ્યની પ્રશંસા કર્યા વગર રહી શકાતું નથી, પરંતુ તાડપત્રને બદલે કાગળને ઉપયોગ કરવાને લીધે એની રેખાઓનું સૌષ્ઠવ તે ઘટી ગયું. સેનેરી અને રૂપેરી શાહીથી કિંમતી ચિત્રોનું નિર્માણ થતું એ પણ આ શૈલીની વિશેષતા છે. આ શૈલીમાં કાગળ પરનાં ચિત્રોમાં પ્રાકૃતિક દશ્યો આટલાં સુંદર પહેલાં કદી રજૂ થતાં નહીં. આ ચિત્રોમાં વેલબૂટાનું ચિત્રણ અદ્વિતીય છે. રાજપૂત અને મુઘલ ચિત્રોમાં વેલબુટાનું રૂપાંકન આ ચિત્રમાંથી લીધું લાગે છે. જૈન ગ્રંથચિત્રમાં મધ્યમાં છત્ર કમળ સ્વસ્તિક
વગેરેનાં અંકન પણ એમની શોભામાં વધારો કરે છે. ૫. જૈનધર્મપ્રધાન ચિત્રમાં નારીની રજૂ આત અમુક મર્યાદા સુધી કરવામાં
આવી છે. સામાન્ય રીતે જૈન તીર્થકરોની બંને બાજુએ યક્ષ-યક્ષિણીઓને યુગલચિત્રોની રજુઆત સુંદર રીતે કરવામાં આવે છે. નારી-ચિત્રણમાં મુખ્ય તીર્થકરોની અધિષ્ઠાત્રી દેવી અંબિકા પદ્માવતી સરસ્વતી અને ચકેશ્વરી વગેરે સેળ મુખ્ય દેવી આવે છે. આ દેવીઓનાં ચિત્રોમાં ઉજજળ ધૂમ ઈ, લોકરૌલી ની અલ્લડતા, વસ્ત્રસજાટ અને હસ્તમુદ્રા વગેરેમાં કલ ભક્તા તથા માધુર્ય જણાય છે.