SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ માનવ કાલ [, ભૌમિતિક અને શહેરદાર રૂપમાં કરેલ જોવા મળે છે. કૂવામાં પણ અલંકરણોને ઉચિત સ્થાન આપ્યું છે. વાવના દરેક ભાગને સારી રીતે સુભિત કર્યો છે. ધોળકાની જામા મસ્જિદનાં અલંકરણ બંને કલાઓના સંજનની પૂરી પ્રતીતિ કરાવતી મિશ્ર-પદ્ધતિ પર ઠીક ઠીક પ્રકાશ પાડે છે. એના મિનારા અને ગેખમાં ભૌમિતિક અને લહેરદાર વેલપત્તીનું મિશ્રણ અને હિંદુ તેમજ ઇસ્લામી રૂપનું સાજન કરવાનો પ્રયત્ન અને એને અનુરૂપ પ્રયોજાયેલી રૂપસજનની પદ્ધતિ જોવામાં આવે છે. અહીંથી આગળ ચાંપાનેરની જામી મસ્જિદની છતમાં સંપૂર્ણ ઇસ્લામી અને સંપૂર્ણ ભારતીય બંને રૂ૫૫દ્ધતિઓમાં સ્વતંત્ર અલંકરણ-સમૂહ વ્યક્ત થયેલો જોવા મળે છે તેમજ ત્યાંની કબરના સ્તંભ પર ઈસ્લામી વસવાળી અલંકરણ જનાને ખ્યાલ આવી જાય છે. આ સમય દરમ્યાન ઇસ્લામનાં રૂપને શિલ્પી બરાબર વ્યક્ત કરતા થઈ ગયા હશે એમ જોઈ શકાય છે, જેના પરિણામે બંને પદ્ધતિ ચાલુ રહેવા છતાં એકબીજાની પૂરક બની રહી છે. ચાંપાનેરમાં ઇસ્લામી અલંકરણોની સંખ્યા ઘણી છે, તે મિશ્રણરૂપ પણ એટલાં જ છે, જ્યારે મહેમદાવાદની સૈયદ મુબારકની કબરની જાળી શુદ્ધ ભૌમિતિક રૂપનું આયોજન છે. ૫૭ અલંકરણોનાં રૂપમાં બંને તવોનું મિશ્રણ અને એના સતત વિકાસના પરિણામે ઉપજેલાં રૂપની અંતિમ ઉચ્ચતમ કક્ષા એટલે અમદાવાદની સીદી શહીદની જળીઓનાં અલંકરણ (પટ્ટ ૩૯, આ. ૬૭). આ જાળીઓમાં બંને પદ્ધતિઓને અલગ અલગ રીતે સ્થાન આપેલું છે, છતાં બંનેમાં કયાંય વિસંવાદિતા નથી. અહીં ઇસ્લામી અલંકરણ પદ્ધતિનું ભારતીય અલંકરણ-પદ્ધતિ સાથેનું સંપૂર્ણ સાજન ને એના પરિણામે ઊપજતી તક્ષણપદ્ધતિ, રૂપ અને રેખાઓની ગતિવિધિ, ગતિપ્રકાર અને બારીકાઈયુક્ત પ્રયોગ તેમજ સુંદર સમાયોજના-પદ્ધતિને ઉત્તમ સુમેળ જેવા મળે છે. વૃક્ષના તક્ષણમાં જે પ્રકારની ભિન્ન સ્તરો સાથે નન્નતા બતાવી છે ને પાન ડાળી તેમજ નારિયેળના કાતરકામમાં જે પ્રકારની માર્મિક કસાઈ જેવા મળે છે તે સતત પ્રયોગશીલતાનું અંતિમ સિદ્ધ ફળ છે.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy