SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯] સલ્તનત કાલ [પ્ર. મિંબર પણ ભૌમિતિક સુશોભનકલાના સારા નમૂનારૂપ બન્યાં છે. એની જાળીઓ પણ સુંદર ભૌમિતિક શિપરચના પૂરી પાડે છે. આ ઉપરાંત તૈયાર ભાગ વાપરતી વખતે પણ જ્યાં પીઢિયામાં કે થાંભલા જોડતાં અથવા તે કુંભમાં કે જ્યાં તૈયાર સામાનમાંથી સુશોભન મળ્યું નથી ત્યાં એને કાળજીપૂર્વક કરવાને સજાગ પ્રયત્ન જોવા મળે છે. અમદાવાદમાં અહમદશાહ ૧ લાની મસ્જિદ પરના મિનારા પરનું કોતરકામ પણ પલટાયેલા પ્રવાહનું દ્યોતક છે. મજિદમાંના બધા જ મિહરાબ નવેસરથી બનાવેલા છે. જેમાં આજુબાજુની સાથે એકરૂપતા સચવાય એ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. આવું જ અમદાવાદી જામી મસ્જિદમાં પણ કરેલું છે. સૌથી વધારે ઔચિત્ય જાળવવાનો પ્રયત્ન અહમદશાહના રોજામાં થયું છે. અહીં કમળની વેલનું ભારે રૂપાંકન તૈયાર ભાગ કરતાં એને અનુરૂપ થવાના પ્રયત્નરૂપે કરેલું હોવાને ખ્યાલ એના વળાંક પરથી આવે છે. એની જાળીઓ પણ ચાલું તેમજ નવાં રૂપવાળી જોવા મળે છે. જામી મસ્જિદના ગોખમાં શિલ્પ-સૌંદર્ય અભરે ભર્યું છે.૫૪ એ ઉપરથી લક્ષણ અને શિલ્પરૂપના સર્જનની શક્તિને સુ દર ખ્યાલ આવી શકે છે. આ મસ્જિદના મિનારા નવેસરથી ઘડવાના હોઈ એમાં અંદર તેમજ બહારને દૃષ્ટિ–સુમેળ સાચવવા માટે નીચેથી મિનારાની એસણીને પદ્મપત્ર કુંભી વગેરે રૂપે ગોઠવી છે, તે વચ્ચે નર્તકીઓનાં સુંદર ત્રિભંગયુક્ત શરીરને બદલે ગોખમાં અનેકભંગીયુક્ત સુંદર પાન અને વેલની સુશોભના અતિશય સમજપૂર્વક અને રૂપસંજન તેમજ સમાજનના ઉત્તમ સિદ્ધાંતના ઉદાહરણ રૂપે કરી છે તેમજ એની નીચે મિનારાને ફરતાં મંદિરનાં કક્ષાસને વળી નાનકડાં પ્રતીક છેતરીને કમાલ કરી છે. વળી ઉપર કાંગરાને પણ શરૂઆતમાં નાનાં સાદાં રૂપાંકોથી શણગારેલા છે, તે કયાંક ક્યાંક પથરનાં પાટિયાંમાં નવેસરથી પ્રફુલ્લ કમળનું એક પાંખડીરૂપ પણ કંડારેલું છે. કમાનમાં ગોઠવેલું પ્રફૂલ કમળ ચાલું પરિપાટીનું હોવા છતાં એની સ્થાન પરની સવિશેષ ગોઠવણીના કારણે એ આકર્ષક લાગે છે. જાણે કે બે ચક્ષુ ન હોય! મહમૂદ બેગડાના કાલમાં સૈયદ અહમદ ખટ્ટ ગંજ બક્ષના રજામાં ભરેલી જાળીઓના રૂપાંકનમાં એટલું બધું વૈવિધ્ય આવ્યું છે કે એકલા એ રોજામાંથી ઘણાં બધાં સુશોભનોનો સંગ્રહ કરી શકાય (૫ટ્ટ ૩૭, આ. ૬૫) : જૂનાં સુશોભનેની સાથે જ નવાં ભૌમિતિક સુશોભન જોવા મળે છે, ઉપરાંત ઇસ્લામનાં સ્વીકૃત રૂપોની અસર પણ આવેલી જોવા મળે છે. વળી અહીં મહમૂદ બેગડાના રાજાને કરેલી જાળીઓ સૈયદ સાહેબના રોજની જાળીઓને અનુરૂપ છે. સરખેજના રજામાં
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy