________________
૧૬ મું]. શિલ્પકૃતિઓ
[૪૭૬ પ્રસ્તુત કાલમાં જીર્ણોદ્ધાર પામેલાં અને નવાં બંધાયેલાં જિનાલયમાં તીર્થકરો તથા જૈન દેવતાઓની સેવ્ય અને સુશોભનાત્મક પ્રતિમાઓ મોટી સંખ્યામાં ઉપલબ્ધ થાય છે.
આબુ પર વિમલવસહીમાં વિ.સં. ૧૩૭૮ (ઈ.સ. ૧૩૨૧-૨૨)માં થયેલા જીર્ણોદ્ધાર વખતે મૂળ ગર્ભગૃહમાં મૂળનાયક અભદેવની પ્રતિમા સ્થાપવામાં આવી હતી. આ પરિકરયુક્ત પ્રતિમા પંચતીથી પ્રકારની છે. યોગમુદ્રામાં બેઠેલા ઋષભદેવની બંને બાજુએ બે જિન-મૂર્તિઓ કાર્યોત્સર્ગ મુદ્રામાં ને એ બેની ઉપર બીજી બે જિન-મૂર્તિઓ બેઠેલી છે. શ્યામ શિલામાં કંડારેલી આ મનોહર અને ભવ્ય પ્રતિમા સમગ્ર દેવાલયની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. •
અહીંની લૂણસિંહવસહીના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત મૂલનાયક નેમિનાથની શ્યામ શિલાની બનેલી સપરિકર પ્રતિમા પણ સુંદર છે. દેવાલયના જીર્ણોદ્ધાર વખતે વિ.સં. ૧૩૭૮(ઈ.સ. ૧૩૨૧-૨૨)માં સંઘપતિ પેથડે આ નવી પ્રતિમા ભરાવીને એની પ્રતિષ્ઠા કરાવી હતી. ૨૧
પ્રભાસપાટણ સંગ્રહાલયમાં સુરક્ષિત સફેદ આરસની અજિતનાથની પ્રતિમા વિ સં. ૧૩૮ (ઈ.સ. ૧૯૨૮-૨૯)ને લેખ ધરાવે છે. પદ્માસનસ્થ પ્રતિમાનું મસ્તક ખંડિત છે. ડાબી બાજુ ભક્તરાજ સગર ચક્રવત પરિચારકરૂપે ચામર ઢળે છે, જ્યારે જમણી બાજુનો ભાગ ખંડિત થયેલ છે. પદ્માસનની નીચેના ભાગમાં જમણી બાજુ આરંભમાં અર્ધ પર્યકાસનમાં અજિતનાથના મહાયક્ષ અને અંત ભાગમાં અજિત યક્ષી કંડારેલાં છે, જયારે વચલી હરોળમાં વચ્ચે બે દંતશૂળવાળો ગજરાજ અને એની બંને બાજુએ એક એક સિંહ કોતરેલે છે. ૨૨
અજિતનાથની સચવાયેલી બીજી એક પ્રતિમા તારંગાની ટેકરી ઉપર આવેલ અજિતનાથ મંદિરના મૂલનાયક તરીકે પ્રતિષ્ઠિત છે (પટ્ટ ૩૪, આ. પ૭), વિ.સં. ૧૪૭૯(ઈ.સ. ૧૪૨૨ ૨૩)માં પ્રતિષ્ઠિત થયેલી ૨૩ આ પ્રતિમામાં તીર્થંકર વેગાસનમાં બેઠેલા છે. એમના આસન છે પીઠમાં એમનું ગજ-લાંછન કંડારેલું છે. એમનું મસ્તક વાળના ગુચ્છાઓથી સુશોભિત છે. એમના કાનની બૂટ સ્કંધને સ્પર્શ કરે છે છાતી પર શ્રીવત્સનું ચિહ્ન છે. ફરતું પંચતીથી પરિકર છે, જેમાં એમની બંને બાજુએ એક એક કાયોત્સર્ગ જિસ્મૃતિમાં અને એ બંનેની ઉપર એક એક બેઠેલી જિન-પ્રતિમા કંડારેલી છે. મૂલનાયકના ભરતકની ઉપરના ભાગમાં બે બાજુએ એક એક માલાધર એમની ઉપરના