________________
[31.
૪૨
સલ્તનત કાલ
નીચેના ભાગમાં એમની પરિવાર દેવતાએ નાના કદમાં કંડારેલી છે. વિષ્ણુની એ બાજુએ નાના પાંચ પાંચ ચેારસમાં દસ અવતારાનાં શિલ્પકડારેલાં છે, જેમાંને ક્રમ એકાંતરે જમણા-ડામા એમ ફરતા રહે છે. જમણી બાજુ નીચેથી મત્સ્ય સ્વરૂપે મત્સ્યાવતાર, એની ઉપર અનુક્રમે ચતુર્ભુજ વરાહ અવતાર, દ્વિભુજ ગદાધારી વામન અવતાર, એની ઉપર એ હાથવાળા પરશુધારી પરશુરામ અને છેક ઉપર યાગમુદ્રામાં યુદ્ધ ખેઠેલા છે, જ્યારે ડાબી બાજુ નીચે કૂર્માંવતાર-સૂચક કાચો, એની ઉપર ચાર હાથવાળા નૃસિ ંહ, એની પર ધનુર્ધારી રામ, એની ઉપર દંડધારી કૃષ્ણ અને એની ઉપર ધોડેસવાર કકિની આકૃતિ કંડારેલી છે. સમગ્ર શિલ્પ સેવ્ય પ્રતિમા હોવાનું સૂચન કરે છે. આ મૂર્તિ ૧૪ મી સદીની હોવાનું જણાય છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(રાજકોટ)ના ઈતિહાસ-વિભાગમાં સુરક્ષિત વાસુદેવ( વેણુગાપાલ )નું પાષાણુ-શિલ્પ તેાંધપાત્ર છે ( પટ્ટે ૩૦, આ ૫૦). આમાં વાસુદેવ કૃષ્ણનું વિષ્ણુના અવતાર તરીકે નિરૂપણ થયેલું છે. કૃષ્ણને ચાર હાથ છે તે પૈકીના આગળના બે હાથ વડે મેરલી ધારણ કરી છે, પાછળના ડાબા હાથમાં શંખ અને જમણા હાથમાં ચક્ર છે. કૃષ્ણની બંને બાજુ નાના કદને એક એક ગેાપ ઊભેલા છે. એમાં ડાખી બાજુના ગાપના મસ્તકની ઉપરના ભાગમાં ગદા કડાયેલી છે. વિષ્ણુના હાથમાં પદ્મ હાય છે એમ માની અહીં એ અધ્યાહાર રખાયુ જણાય છે. કૃષ્ણના ડાબા સ્કંધ પાસે ખીન નામનું વાજિંત્ર કંડારેલું છે. કૃષ્ણના ડાભેા પગ, જેજમણી બાજુએ લખાવીને માગળના પહોંચા પર ટેકવેલા છે, તેની પાસે કૃષ્ણનાં પ્રિય ગેડીદડા જોવા મળે છે. મુરલી પકડેલા એ હાથની વચ્ચે રણુશી ગુ` લાગે છે. કૃષ્ણના મસ્તક પર ટીપી જેવા ધારના મુકુટ છે. એમની ડાખી બાજુએ નીચેના ભાગમાં ગાય ઊંચું મુખ રાખીને વેણુનાદ સાંભળતી બતાવી છે. કૃષ્ણે એને હાથથી સ્પેશી રહ્યા છે. ખતે બાજુના ગેાપ હાથ જોડીને સ્તુતિ કરતા ઊભા છે. કૃષ્ણના મુખ પર સમાહક હાસ્ય અને ગાય તથા ગેાવાળનાં મુખેા પર આત્મસમર્પણુંના ભાવ અભિવ્યક્ત થયા છે. મૂર્તિની પાળના ભાગમાં વિ. સ’, ૧૫૯૭ ના લેખ કાતરેલા છે. કૃષ્ણ અને ગેાવાળાની મુખાકૃતિ, તેમનાં વેશભૂષા, કૃષ્ણના મુકુટ વગેરે પર લાકકલાના પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળે છે.પ
કિશનગઢ(જિ. સાબરકાંઠા)માં આવેલા એક નાના મંદિરની છતમાં સંભવતઃ ૧૫ મી સદીનું નાગદમનનું શિલ્પ અંકિત થયું છે. એના મધ્ય ભાગમાં ચાર હાથવાળા કૃષ્ણે નાગની પીઠ પર સવાર થયેલા જોવા મળે છે. ન ગયું ઉત્તમાંગ મનુષ્યનું છે. એનુ લાંબું સપુચ્છ કૃષ્ણ અને નાગને મધ્યમાં રાખીને એમને ક્રૂરતાં ગ્રંથિયુક્ત સુંદર આવતન રચે છે. કૃષ્ણ અને નાગને ફરતી અને નાગનાં