SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ કo ૧૬ મું) શિલ્પકૃતિઓ એમાં રથાનિક ત પણ વધતાં ગયાં. મૂર્તિઓને ગોઠવવા માટેના ગવાક્ષનું કોતરકામ વધારે પડતું ઝીણું અને સજાવટી બન્યું. સાબરકાંઠા જિલ્લો ગુજરાતની સતનતમાંથી ઘણે ભાગે મુક્ત રહ્યો હતો, તેથી આ કાલ દરમ્યાન ત્યાં સંખ્યાબંધ મંદિરો વા કુંડો કુંડવાવો, તળાવો વગેરેનાં બાંધકામ થયાં. ત્યાંનાં ઈડર વગેરે રજવાડાંઓને મેવાડ સાથે વિશેષતઃ સંબંધ હતો. પ્રસ્તુત કાલ દરમ્યાન આ જિલ્લામાં જે બાંધકામ થયાં તેઓમાં ગુજરાતમાંથી મેવાડમાં જઈ વસેલા સોમપુરા શિલ્પીઓએ મહત્વનો ભાગ ભજવ્યો. રાજસ્થાનના ડુંગરપુર તલવાડા વાંસવાડા અધૂણા અને કેસરિયા માં રહેતા સોમપુરા શિલ્પીઓના હાથ નીચે સાબરકાંઠા વિભાગમાં સલતનત કાલ દરમ્યાન સંખ્યાબંધ શિલ્પકૃતિઓનું સર્જન થયું. ગુજરાતમાંથી રાજસ્થાનમાં જઈ વસેલા સોમપુરા શિલ્પીઓએ આમ તે ગુજરાતની શિલ્પ-પર પરા જાળવી રાખી હતી, પણ એ શ૯પીઓ ઘણે સમય રાજસ્થાનમાં રહેલ હોવાથી એમના હાથે થયેલ શિ૯ કૃતિઓમાં, ખાસ કરીને મૂર્તિના શૃંગાર અને આભૂષણમાં, રાજસ્થાની અસર થયેલ જોવા મળે છે. આવી અસર સજાવટી શિલ્પોમાં વિશેષ જોવા મળે છે. ગુજરાતમાં મુસ્લિમ શાસન સ્થપાયા પછી રાજસ્થાનના ડુંગરપુર વાંસવડા તલવાડા કેસરિયા વગેરે વાગડના વિભાગમાં જઈ વસેલા સેમપુરા શિપીઓના હાથ એ પ્રદેશમાંથી નીકળતી નીલી મરકત શિલા (પારેવો પથ્થર). ઉપર વિશેષ જામી ગયા અને એમણે પ્રતિમાઓ મરકત શિલાઓમાંથી કોતરવા માંડી. મરકત શિલા કેતરકામમાં માખણ જેવી પિચી હોવાથી તેમજ એના પનું કોતરકામ છો પરિશ્રમે સુંવાળપ પકડતું હેઈને આવી શિલાઓમાંથી ડુંગરપુરી સેમપુરા શિ૯પીઓને હાથે આ કાલની કુલ પ્રતિમાઓના લગભગ ૪૦ ટકા જેટલી પ્રતિમાઓ મરકત શિલામાંથી કોતરાયેલી હોવાનું એક સર્વેક્ષણને આધારે જણાયું છે. એ પ્રદેશમાં પણ સંખ્યાબંધ સેવ્ય અને શૃંગાર પ્રતિમાઓ કોતરાઈ ચંદ્રાવતી તેમજ અબુંદ-મંડલમાં વસતા કેટલાક સમપુરા શિલ્પીઓને હાથ આરસના શિલ્પકામ ઉપર વિશેષ જામી ગયેલ તેમજ ગુજરાતમાં વસતા સોમપુરા શિલ્પીઓ દરેક જાતના પથ્થર ઉપર કામ કરી શકતા, આથી ગુજરાતના શિલ્પકામને સલતનત કાલમાં મરકત શિલામાંથી કામ કરતા ડુંગરપુરી સેમપુરા, અબુંદ-મંડલમાં આરસ ઉપર કામ કરતા સેમપુરા અને સ્થાનિક સોમપુરા, એમ ત્રણ વર્ગને સમપુરાઓને લાભ મળ્યો.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy