SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪] []. છે. એના સ્તંભદંડ છેક નીચેથી ઉપલા છેડા સુધી વૃત્તાકાર છે અને વચ્ચે વચ્ચે કણીદાર વલયાકાર રૂપાંકનેાથી વિભૂષિત છે. કુંભી તથા શિરાવટીમાં અધામુખી પલ્લવાનાં રૂપાંકન કરેલાં છે. ગર્ભગૃહ માંડા અને શૃંગારચાકીએ પરનાં છાવણુ નાશ પામ્યાં છે. મંદિરના પ્રાંગણમાં વિ. સ. ૧૫૫૪ - શક સ. ૧૪૨૦( ઈ.સ. ૧૪૯૮)ના ‘મહારાજાધિરાજ શ્રી રાવ ભાણુના રાજ્યકાલના પાળિયા છે.૪૧ સલ્તનત ફાધ લાખેણા મંદિર એ જૈન મંદિર છે. એ ગર્ભગૃહ ( પટ્ટ ૧૩, આ. ૨૯ ) અંતરાલ ગૂઢમંડપ ત્રિકમ`ડપ સભામંડપ શૃંગારચાકીએ અને ખલાનકનું બનેલુ છે. એ બે મજલાનું છે. ત્રિકમંડપ અને સભામંડપ જાળીઓ વડે આચ્છાદિત કરેલા છે, આ મંદિરની મૂર્તિ હાલ હિંમતનગરમાં સ્થાપી છે.૪૨ આ મંદિરની નજીક ત્રણ નાનાં મંદિર છે તે શિવ લક્ષ્મી-નારાયણુ અને શક્તિનાં છે.૪૩ બાજુમાં ‘સાસુનું મદિર' અને ‘વહુનુ મ ંદિર' નાનાં મંદિર છે.૪૪ તરીકે ઓળખાતાં ખે લાખેણા મદિરથી ઘેાડા અંતરે હરણાવ નદીના બંધ પાસે માટુ' સૂર્યમ ંદિર આવેલુ છે તેમાંની સૂર્ય મૂતિ માટી હતી; બીજી મૂર્તિઓ સાથે એ મૂર્તિ પણ લુપ્ત થઈ ગઈ છે.૪૫ આસ્તિક કેન્યાટા મહાદેવનું મંદિર પ ંચાયતન પ્રકારનુ છે. એમાંનું મુખ્ય મંદિર (પટ્ટ ૧૩, આ. ૩૦) ગર્ભગૃહ અને મંડપનુ બનેલુ છે. મડેવરમાં શિવતાંડવ અને વરાહનાં શિલ્પ સારી રીતે જળવાયાં છે, મડપમાં કેટલાક સ્તંભ અને વેદિકા તેમ કક્ષાસનને ભાગ જળવાઈ રહ્યો છે, પણ એનું સામરણ મેાજૂદ રહ્યું નથી. ગ ગૃહ પરનું શિખર પણ લુપ્ત થઈ ગયું છે. આસપાસનાં ચાર નાનાં મંદિર પણ બિસ્માર હાલતમાં છે.૪૬ આ મંદિર-સમૂહની આગળ એક ક િતારણુ છે. પાટડાની નીચેની તથા ઉપરની કમાન નાશ પામી છે. બાકીને ભાગ સારી રીતે જળવાયા છે. સ્ત’ભાની કુંભીએ। તથા શિરાવટીઓ શિલ્પસમૃદ્ધ છે. તારણ પરના પાટડામાં દેવદેવીઓના સુંદર ગવાક્ષ છે. ૪૭ માભાપુર પાસે ‘નવ દેરાં ' અથવા દેવત-સાવળ ગાનાં દે!' તરીકે ઓળખાતાં મદિરાનેા સમૂહ આવેલા છે. એમાંનાં કેટલાંક મંદિર શિવ વિષ્ણુ ચામુંડા અને ભૈરવનાં છે, તે એક જૈન દેરાસર પણ છે. ખીન્ન મદિરાનાં મુખ્ય અંગ પશુ નષ્ટ થઈ ગયાં છે. મશિના મેાજૂદ રહેલા ભાગ તેએની ભવ્ય માંડણી તથા શિપસમૃદ્ધિના ખ્યાલ આપે છે. જૈન મંદિર સરખામણીએ સારી સ્થિતિમાં છે,૪૮
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy