________________
૪૩૨)
સહનત કર
પછીના કાલનાં છે, જ્યારે ગર્ભગૃહ પરનું રેખાન્વિત શિખર મંદિરના સમયનું છે. પાઠ અને મંડોવરના થરોમાં દેવદેવીઓ દિફપાલે અને અપ્સરાઓનાં વિવિધ શિપ આવેલાં છે. મંડપની વેદિકા પરથી આ મંદિર ૧૫ મી સદીનું હેય એમ લાગે છે. ખૂણું પરનાં મંદિર ઘણાં અલંકૃત નથી. ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્યનું મંદિર અનુક્રમે ગણેશ રકંદ સૂર્ય અને પાર્વતીનું છે. એમાં ગણેશ અને પાર્વતીની મૂર્તિઓ જ મૂળ જગ્યાએ જળવાઈ રહી છે. પાર્વતીની મૂર્તિની પાટલી પર વિસં. ૧૫૦૭(ઈ.સ. ૧૪૫૧)ને લેખ છે.૩૧
વસઈ(તા. વિજાપુર, જિ. મહેસાણા)નું “અખાડા” અથવા “પાલેશ્વર મહાદેવ” આ નામે ઓળખાતું પશ્ચિમાભિમુખ મંદિર શિખરશૈલીને એક સુંદર નમૂનો છે. મંદિર ગર્ભગૃહ અંતરાલ મંડપ અને શૃંગારચોકીનું બનેલું છે. મંડપમાં ૨૦ સ્તંભ છે. મડેવરમાં સારી શિલ્પ-સમૃદ્ધિ છે, પરનું ચૂનાના લપેડાને લઈને એનું સૌદર્ય ઢંકાઈ ગયું છે. મંદિરની જગતીમાં ચાર ખૂણે ચાર નાનાં મંદિર હેઈ આ મંદિર પંચાયતના પ્રકારનું છે. દ્વારશાખાના તરંગમાં વિ.સં. ૧૭૦૧(ઈ.સ. ૧૬૪૪-૪૫)ને લેખ છે તે ઘણું કરીને એના જીર્ણોદ્વારનો વૃત્તાંત નોંધે છે.૩૨
ઈડરના રાવ ભાણુના સમય(૧પમી સદી)માં વડિયાવીર(જિ. સાબરકાંઠા)માં બંધાયેલું મોટું શિવાલય હાલ અધું પડી ગયેલું છે, આથી લોકો એની એ બાજુમાં આવેલા વીરના નાના દેરાને મહત્ત્વ આપે છે. શિવાલયને અનેક પાર જીર્ણોદ્ધાર થયો હોવા છતાં એમાં કેટલાક જના અવશેષ જળવાઈ રહ્યા છે, જે એની જાની જાહેજલાલીની ઝાંખી કરાવે છે. ગર્ભગૃહની શિલ્પસમૃદ્ધ દ્વારશાખા મોઢેરાના સૂર્યમંદિરની દ્વારશાખા સાથે ઘણું સામ્ય ધરાવે છે. વળી એ નવશાખ છે. મંડોવરમાં દેવદેવીઓ અને નૃત્યાંગનાઓનાં તથા કામરત સ્ત્રીપુરુષનાં સુંદર શિલ્પ છે. ૩૩
પાવાગઢનાં જૈનમંદિર ત્રણ સમૂહમાં આવેલાં છે ? ૧. બાવરી મંદિર, કે નવલખી મંદિર, ૨. કાલિકા માતાની ટૂંકના અગ્નિકાણુ પર આવેલાં ચંદ્રપ્રભ અને સુપાર્શ્વનાથનાં મંદિર અને ૩. પાર્શ્વનાથ મંદિર અને એની આજુબાજુ આવેલાં મંદિર. આ મંદિરનું નિર્માણ ૧૪ મી–૧૫મી સદીમાં થયેલ લાગે છે, અર્વાચીન સમારકામોથી આ સર્વમંદિર દેખાવમાં બગડી ગયાં છે. ૩૪
બાવનદેરી-નવલખા સમૂહમાં હાલ ત્રણ મંદિર આવેલ છે (પદ ૧૨, આ. ર૭) તે મૂળ મુખ્ય મંદિરની ઉત્તર, પશ્ચિમે અને દક્ષિણે આવેલાં માત્ર ગૌણ મંદિર છે, વચ્ચેના મુખ્ય મંદિરને હાલ તે માત્ર પીઠભાગ જળવાઈ રહ્યો છે. પીઠના