SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્તનત કાલ વિ.સં. ૧૩૬૮(ઈ.સ. ૧૯૧૩)માં શત્રુ જય પરનું આદિનાથ મંદિર અણહિલવાડના સમરાશાહ દ્વારા જીર્ણોદ્ધાર પામ્યું. એમાં મૂળનાયકની નવી પ્રતિમાની પ્રતિષ્ઠા વિ સં. ૧૩૭૧(ઈ.સ. ૧૩૧૫)માં થઈ. - વિ.સં. ૧૩૬ (ઈ.સ. ૧૩૧૨-૧૩)માં આબુ પર્વત ઉપરનાં વિમલશાહ તથા તેજપાલનાં મંદિરોને મુસ્લિમોએ નાશ કર્યો હતો. વિ સં. ૧૩૭૮(ઈ.સ. ૧૩૨૨) મંડેરના વીજડ લાલિગ વગેરેએ વિમલવસહીને સમરાવી અને સંઘવી પેથડે લુણસિંહરસહીને સમાવી. પેથડે ચારૂપ (તા. પાટણ) અને ધૂળકામાં પણ જૈન મંદિર બંધાવેલાં. ચૂડાસમા રાજા મહીપાલ જ થાના રાજ્યકાલ( વિ.સં. ૧૭૬૪–૮૭)માં વયર સંહે ગિરનાર પરનું નેમિનાથનું મંદિર બંધાવ્યું. વિ.સં. ૧૪૩૨ (ઈસ ૧૩૭૬)માં બૂટક લાખના પુત્ર સિંહે થાનમાં સૂર્યમંદિર બંધાવ્યું. મંદિરને અનેક વાર જીર્ણોદ્ધાર થયો છે ને એનું અસલ સ્વરૂ૫ લુપ્ત થઈ ગયું છે. ધોલેજ(જિ. જૂનાગઢ)નું સૂર્યમંદિર પ્રભાસના વાજા રાજા ભમેં વિ સં. ૧૪૩૭(ઈ.સ. ૧૩૮૦)માં સમરાવ્યું. અયોધ્યાના રાજપુત ખૂએ અણહિલપુર પાટણમાં વિ.સં. ૧૪૪૭-શક વર્ષ ૧૩૧૩(ઈસ. ૧૩૯૧)માં આહડેશ્વર મહાદેવના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું. સેમિનાથ પાટણ(જિ જુનાગઢ)માં સંગમેશ્વરનું મંદિર વિ.સં. ૧૪૪૮(ઈ.સ. ૧૩૯૨)માં બંધાયું, એ હાલ નામશેષ છે. ખેરાસા(જિ. જૂનાગઢ)માં વિ.સં. ૧૪૪પ(ઈ.સ.૧૩૮૯)માં મકવાણા મલે સુર્યમંદિર સમરાવ્યું. વાઘેલા રાજા શિવરાજે વિ. સ. ૧૪૫૫( ઈ.સ. ૧૩૯૯)માં ત્યાં શિવાલય બંધાવેલું. આ મંદિરે હાલ નામશેષ છે. મૂળ માધવપુરમાં રેવતીકુંડ પાસે બલરામ-રેવતીનું મંદિર હતું તે ક્ષત્રિય રાજા કુંવર પોલે-કુમારપાલે સમરાવેલું. લેખ અપૂર્ણ હેઈએમાં મંદિરનર્માણને સમય નૈધા નથી. ચાંદ અને તિલકવાડા ગામની વચ્ચે જિયોર (જિ. વડોદરા) પાસે કુંભેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એને જીર્ણોદ્ધાર નાંદેદના રાજા ઉદયસિંહના સચિવ ગોવર્ધને વિ.સં. ૧૪૬૩(ઈ.સ. ૧૪૦૭)માં કરાવ્યા. ગુણઠા(તા. નાંદેજ, જિ. ભરૂચ)માંનું શિવાલય શક્તિસિંહના રાજ્યકાલ દરમ્યાન વિ સં. ૧૪૭૪(ઈ.સ. ૧૪૧૮)માં વીજેએ બંધાવ્યું હતું.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy