________________
૧૪મું]
સ્થળ તપાસ અને ઉખનન દ્વારા મળેલી માહિતી
૪૦૫
ઘણી પ્રશંસા પામેલાં લાલ ઓપવાળાં વાસણ ગણવા માટે પ્રેરાય. આ વાસણોની ઉત્તમ કક્ષા પ્રશંસનીય છે. આ જાતના ધડત નાં નાનાંમોટાં વિવિધ કદનાં અનેક ઘાટનાં વાસણ પણ મળી આવે છે. આ બધાં વાસણ સામાન્ય વપરાશના હેવાને બદલે વિશિષ્ટ ખાનપાનાદિમાં વપરડતાં હોવાનો વધુ સંભવ છે. સામાન્ય વપરાશનાં વાસણોની સરખામણીમાં આ "ાસણો સફાઈદાર અને કેટલીક વાર સુશોભિત કરવામાં આવેલાં દેખાય છે.
સલ્તનત કાલનાં આ વાસણો ઉપરાંત એપવળાં વિવિધ ઘાટનાં વાસણ લાક્ષણિક ગણાય છે. આ વાસણોની વિવિધ જાતો અસ્તિત્વમાં હતી તે પૈકી લાલા વાસણ પર ચડાવેલા કાચના આપવાળાં પાત્રોની પરંપરા નષ્ટ થઈ ગઈ છે. આ વાસણમાં થાળી કટોરા લેટા મુખ્યત્વે જોવામાં આવે છે. લીલા ભૂરા તથા કવચિત સફેદ રંગના ઓપવાળાં આ વાસણ સાદા તથા ચીતરેલાં હોય છે. એ ચીતરેલાં વાસણમાં થાળીનું પ્રમાણ વધારે હોય છે અને એમાં મુખ્યત્વે ફૂલવેલની ભાતો. નજરે પડે છે. મોટે ભાગે આ ચિત્રકામ કાળા રંગે થયેલું હોય છે (આકૃતિ ૧૪). આ વાસણે પરને આપ તપાસતાં એમાં જાતજાતની કક્ષાએ દેખાય છે. કેટલાંક વાસણોને ઓપ સારો હોય છે, જ્યારે બીજાંઓના ઓપમાં વાયુ નીકળવાથી પહેલાં દ્ધિ હોય છે.
આવાં ઓપ ચડાવેલા વાસણમાં મોટે ભાગે એક જ બાજુ પર એપ હોય છે અને બીજી બાજ ખુલ્લી હોય છે, જ્યારે એના બીજા પ્રકારોમાં બંને બાજુ પર એપ ચડાવેલ હોય છે. આ પ્રકારમાં વિવિધ જાતનાં વાસણ મળી આવે છે. એમાં વચ્ચેનો ભાગ સફેદ, પણ એનું પાત કાંકરીવાળું હોઈ એ જુદાં તરી આવે છે; ચીનથી આયાત થતાં વાસણ આ કાલમાં ઘણા પ્રમાણમાં મળે છે.
ચીનમાં સારાં વાસણ બનાવવાની પરંપરા જતી છે. પરંતુ આશરે સાતમી સદી પછી ત્યાંની વાસણ બનાવવાની પરંપરાને ઘણો વિકાસ થાય છે, અને એ વિકાસના પરિણામે લીલા રંગનાં માબાની ઘારી' વગેરે નામે ઓળખાતાં વાસણ ઘણા દેશોમાં નિકાસ થતાં દેખાય છે. આવાં વાસણ યુરોપ આફ્રિકા અને એશિયાના જુદા જુદા ભાગોમાં છેલ્લાં હજાર વર્ષોમાં ચીનથી જતાં. ચીનનાં આ વાસણોને મેહમય અસરને લીધે એની માંગ ઘણી રહેતી. એના અવશેષ ચીન બહાર ઘણા દેશોમાંથી મળી આવે છે. ગુજરાતમાંથી આ વાસણોના નમૂના વડોદરા ખંભાત ચાંપાનેર ભરૂચ વટવા વગેરે અનેક સ્થળોએથી મળ્યા છે તેમાં પણ કટોરા અને થળી મુખ્યત્વે જોવામાં આવે છે. આ વાસણો મોટે ભાગે સાદાં હોય છે, પરંતુ કેટલીક વાર એની માટી ભીની હોય ત્યારે