________________
૨૯૪]
સલ્તનત કાલ
[પ્ર. ૧૩ મું
સદુદ્દીને ૧૧ હિંદુ ધર્મશાસ્ત્રોને ઊંડો અભ્યાસ કર્યો. એમણે હિંદુઓમાં સહેલાઈથી ભળી શકાય એ માટે “સહદેવ' અને “હરિચંદ જેવાં હિંદુ નામ ધારણ કર્યો અને ઇસ્લામની મહત્વની વ્યક્તિઓને હિંદુ દેવ કે અવતારે તરીકે ઓળખાવી તેમજ શક્તિ પંથનાં કેટલાંક ક્રિયાકાંડ અપનાવ્યાં. આથી પ્રભાવિત થયેલા ઘણું શક્તિપૂજક લહાણુઓએ સૈયદ સદુદ્દીનને પંથ (“સતપંથ) અપનાવ્યો. ૧૩
મહમૂદ બેગડાના સમયમાં, સંભવતઃ ઈ.સ. ૧૪૭૦-૭૧માં, ગુજરાતમાં આવી વસેલા ઈમામુદ્દીને(ઈમામશાહ) પિતાનો “ઈમામશાહી પંથ સ્થાપે, જે “પીરાણા પંથ” તરીકે પણ ઓળખાય છે. એમણે પિતાના પંથને અસલ હિંદુ પંથ લાગે એવું સ્વરૂપ આપ્યું. એમણે પિતાના પંથમાં આવનાર હિંદુઓને પોતપોતાનાં રીતરિવાજ, રહેણીકરણી અને માન્યતાઓ યથાવત રાખવાની છૂટ આપી. ઈમામુદ્દીનના ઉપદેશનો પ્રભાવ વિશેષતઃ કણબીઓ પર પડ્યો, જેમાં મતિયા કણબાઓનો પણ સમાવેશ થાય છે. ઈમામુદીન પછી એમના પુત્ર “આદિવિષ્ણુ નિરંજન નરલી મુહમ્મદશાહ” (નૂર મુહમ્મદશાહ) અને પાંચ શિખ્યો હઝારબેગ ભાભારામ નયાકાકા શનાકાકા અને ચીચીબાઈએ ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તાર માં અને મધ્ય ગુજરાતમાં પેટલાદ અને કાનમ સુધી આ પંથને ખાસ કરીને નીચલી કોમમાં પ્રચાર કર્યો. ૧૪
૧૫ મી સદીના ઉત્તરાર્ધમાં સૈયદ મુહમ્મદ જૌનપુરીએ ઉત્તર ભારતમાં મેહદવી પંથપ્રવર્તાવી ગુજરાતમાં પણ એને પ્રચાર કર્યો. એમાં બધા ધર્મો તરફ આદર ધરાવવાને આદેશ તેમ ચારિત્ર્યશીલતા અને ઈશ્વરની ભક્તિ પર ભાર મૂકવામાં આવ્યા હતા. મેદસ્વી વિચારોનો પ્રભાવ સામાન્ય લેકામાં ઝડપથી પ્રસરતો ગયો. મધ્ય ગુજરાતમાં ડભોઈ અને ઉત્તર ગુજરાતમાં પાલનપુર એનાં મહત્વનાં કેંદ્ર બન્યાં. કારીગર વર્ગના લેકોએ આ પંથ અપનાવ્યો. ૧૫
સતનત કાલ દરમ્યાન હિંદુ રાજ્યો પરના આક્રમણ વખતે કેટલાક વિજેતા નાઝિમો અને સુલતાનોએ ઇસ્લામને સ્વીકાર કરવા માટે બળ વાપર્યું હોવાના દાખલા મળી આવે છે.
ગુજરાતના કેટલા નાઝિમ ઝફરખાન ઉફે મુઝફફરખાને ઈ.સ. ૧૩૯૫૧૪૦૨ દરમ્યાન તેમનાથ–પાટણ, ઈડર અને દીવમાં હિંદુ મંદિરોને નાશ કર્યો, પાટણ અને દીવમાં મસ્જિદ બંધાવી અને પાટણમાં ઇસ્લામના પ્રચાર માટે મુલ્લાં અને મૌલવી મૂક્યા.
૧૫