________________
૩૨ ]
સનત મહ
[ગ્ર
સ્વીકારને કારણે તે પોતાને ઇમાનદાર મુસલમાન ગણે છે, પર ંતુ તે નમાજને ઘણું ઓછુ મહત્ત્વ આપે છે.
તે હિંદુઓના અવતારના સિદ્ધાંતને માને છે અને હિંદુઓની જગતની ઉત્પત્તિની માન્યતા તથા એમના અન્ય સિદ્ધાંત સ્વીકારે છે. તે હ. પેગંબર સાહેબને ‘વીર’ અથવા “ગુરુ” માને છે અને એમની તથા ઇમામે:ની સ્થિતિ વચ્ચે ખાસ કાઈ અંતર હાવાનુ તે માનતા નથી,
કુરાનને તે દૈવી ગ્રંથ માને છે, પરંતુ એમના મામા કુરાનને રૂપકની જાણીતી પદ્ધતિથી સમજાવે છે. કુરાનનાં આવાં અનેક રૂપકા 'જ્ઞાન' તરીકે એળખાય છે. તેએ કુરાનને બદલે 'જ્ઞાન'નાં પુસ્તકાના પાઠ કરે છે.
મેહદવી પથ : આ પંથના સ્થાપક હ. મુહમ્મદ મેહુદી જૌનપુરી હતા. તે પેાતાને હ. પેગંબર સાહેબના દૌહિત્ર હ. ઇમામ હુસેનના વંશજ ગણાવે છે. જુવાન વયે પેાતાના જ્ઞાનની વિશાળતાથી હિંદના ઇસ્લામી શરયતના નિષ્ણાને પણ મુગ્ધ કરતા હતા.
એક વખત એમણે આકાશવાણી સાંભળી : અન્ત મેદહી' અર્થાત્ ‘તુ મહદી છે.' આથી તેઓએ કાબા શરીફ મુકામે પેાતાને હજરત ઇમામ મેહદી તરીકે જાહેર કર્યો ૧૧૫ ત્યાર પછી ઈ.સ, ૧૪૯૭માં અમદાવાદમાં અને ૧૪૯૯ માં પાટણુમાં પેતે કયામત પહેલાં આવનાર ઇમામ મેહદી હાવાના દાવા ખુલી રીતે કર્યાં હતા.
‘મિરાતે સિક દરીમાં દર્શાવ્યા પ્રમાણે, મેહદી હાવાનેા દાવા કરનાર સૌયદ મુહમ્મદ જૌનપુરી અમદાવાદમાં સુલતાન મહમૂદ બેગડાનાં રાજ્ય અમલની આખરે આવ્યા હતા. એમણે અમદાવાદમાં આવીને જમાલપુર દરવાજા પાસે તાજખાન સાલારની મસ્જિદમાં મુકામ કર્યો હતેા. ધર્મોપદેશક તરીકેની એમની અસાધારણ ખ્યાતિની હકીકત સુલતાનના કાન સુધી પહેાંચી હતી.
તે પેાતાની મુસાી દરમ્યાન, ઈ.સ. ૧૫૦૪ માં, ખુદાની રહેમતમાં પહેાંચ્યા. મિરાતે અહમદી'માં કહ્યું છે કે તેએએ પેાતે ઇમામ મેહદી હાવાને દાવેા કર્યાં ન હતા, પરંતુ એમના ચમત્કાર ઉપરથી એમના મુરીદાએ એમને ઇમામ મેહદી માની લીધા હતા.
મિરાતે અહમદી 'માં વર્ણાવ્યા પ્રમાણે સુલતાન મહમૂદ ૩ જો, સુલતાન. મહમૂદ મુઝફ્રશાહ ૩જો તેમજ એનેા વજીર પ્રતિમાદખાન તથા બીજા અમીરા ઉપરાંત પાટણના શેરખાન અને મુસાખાન ફુલાદી તથા પાલનપુરના નવા વગેરે બધા મહેવી સોંપ્રદાયના અનુયાયી હતા.
'