SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ધમાયો ઇસ્માઇલી નિગારીઓ અર્થાત ગુજરાતના જ ઈસ્માઈલી નિઝારીઓની ઇમામતની પરંપરા આજ સુધી ચાલુ છે. ૧૯મા ઈમામ મુસ્તનસિર બિલ્લાહ પછી તેઓએ નિઝાર બિલાહને હક્ક કબૂલ રાખ્યો તેથી તેઓ નિઝારી કહેવાયા. તેઓના હલના ઈનામ, ઈમામ કરીમશાહ આજના નામદાર આગાખાન ગણાય છે. - નિઝારીઓના ઇમામોમાં નિઝાર બિલ્લાહ પછી હાદી હસન સબહિ હતા. તેઓએ હિંદમાં પહેલા ઈસ્માઈલી ઉપદેશક નુર સતગરને મોકલ્યા હતા. ગુજરાતમાં આવેલા નિઝાડી દઈની પરંપરા નુર સતગરથી શરૂ થાય છે. તેઓ ૧૨ મી સદીમાં આવ્યા હોવાનું જણાય છે. ૧૧૨ સામાન્ય માન્યતા પ્રમાણે તેઓ ગુજરાતના પટણમાં આવ્યા અને ત્યાં એક હિંદ મંદિરની મૂર્તિઓને વાચા આપી એમની પાસે પિતાના સંપ્રદાયની સચ્ચાઈની ખાતરી કરાવી. એ ઉપરથી ઘણા હિંદુ મુસલમાન થયા. ત્યાર પછી તેઓ ઈરાન ગયા. ઈરાનથી પાછા આવી તેઓએ નવસારીના સૂબા સૂરચંદની કુંવરી સાથે લગ્ન કર્યું. એમનાં પ્રભાવ, દેલત અને સત્તાની ઈર્ષાથી પ્રેરાઈને એમના બે મુખ્ય મુરીદેમાંથી એક “ચાચે, તેઓ જ્યારે સમાધિમાં હતા ત્યારે, એમને શહીદ કર્યા. એમનું મૂળ નામ “રુદ્દીન” અથવા “ખૂરશાહ' હતું અને “સૂરસાગર તો એમણે ધારણ કરેલું બીજું નામ હતું. હિંદુઓને ઇસ્લામમાં આકર્ષવા માટે તેઓએ આવું હિંદુશાહી નામ અને સમાધિ જેવી હિંદુ વિધિ અપનાવ્યાં હતાં. ઇસ્માલી સંપ્રદાયના બીજા એક ઉપદેશક સદુદ્દીને પણ “સતદેવ અને હરચંદ જેવાં હિંદુ નામ ધારણ કર્યા હતાં અને એ રીતે તેઓએ શેખ સઅદી સાહેબની ઉકિતને ચરિતાર્થ કરી હતી? “હે સદી ! જે તારે ઐકય સાધવું હોય તો નાનામોટા સૌ સાથે સલાહસંપ રાખ. મુસલમાન સાથે “અલ્લાહ, અલ્લાહ” કર અને હિંદુઓ સાથે “રામ રામ.”૧૧૩ નૂર સતગર પછીના ઈસ્માઇલી નિઝા ઉપદેશકે અથવા સતપંથના પીરે પીર શમ્યુનઃ ખજાઓની તવારીખ પ્રમાણે પીર શમસુદીન સાહેબ નૂર સતગરના શિષ્ય હતા. તેઓ ઈ.સ ૧૯૬ માં કાશ્મીરમાં આવ્યા હતા એમ ફરિસ્તા' કહે છે.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy