________________
૩૭૧]
સલ્તનત કાલ
વારસદારનો હક્ક કબૂલ રાખ્યો તે “ઇસના આશરી (૧૨ ઇમામને માનનાર) કહેવાયા.
ઇસના આશરી શિયાઓ એમ માને છે કે એમના છેલ્લા ૧૨ મા ઈમામ, પાંચ વર્ષની વયે ગાયબ થયા હતા. તેઓ પ્રગટ થશે ત્યાર પછી બહુ જલદી કયામત આવશે, ઇસના આશર પિતાના એ ઇમામને “ઇમામે ગાયબ' કહે છે.
ઈસ્માઈલીઓના બારમા ઈમામ હ. ઉબદુલ્લાએ ઈ.સ. ૯૧૦માં મિસરમાં ફાતિમી ખિલાફત સ્થાપી. ફાતિમી ખિલાફતના આઠમા ખલીફા મુસ્તનસિર બિલ્લાહની વફાત પછી ફરીથી વારસાની તકરાર પડી. એમાં જે ઇમાઇલીઓએ ઈમામ મુસ્તાલીને પક્ષ લીધે તેઓ “મુસ્તાલી ઇસ્માઇલી' કહેવાયા; ગુજરાતમાં તેઓ “વહરા' નામથી ઓળખાય છે. અને જે ઈસ્માઈલીઓએ નિઝાર બિલાહને પક્ષ લીધે તેઓ નિઝારી ઇસ્માઇલી' કહેવાયા; ગુજરાતમાં તેઓ ખોજા' નામથી ઓળખાય છે.
મુસ્તાલી ઇસ્માઇલીઓના “મુતનસિર બિલાહ પછી માત્ર બે જ ઈમામ છે : મુસ્તાલી અને અમીર બિલાહ. અમીર બિલ્લાહ૧૦૮ (ઈ.સ. ૧૧૧થી ૧૧૨૯) મિસરની ફાતિમી ખિલાફતના છેલ્લા ખલીફા હતા. તેઓને ઈસ્માઈલી નિઝારી ફિદાઈઓએ શહીદ કર્યા હતા અને આ રીતે મિસરની ફાતિમી ખિલાફતના અંત સાથે, ઈસ્માઈલી મુસ્તાલીઓની ઇમામ પરંપરાને અંત આવી ગયો.
ઇસ્માઇલી નિઝારીઓની “મુસ્તનસિર બિલ્લાહ' પછી ઈમાની પરંપરા અત્યાર સુધી ચાલુ છે. એમના ૫૦ ભા ઇમામ કરીમ શાહ હાલના નામદાર આગાખાન છે. સહતનતના સમય સુધીમાં એમના કુલ ૩૯ ઇમામ થઈ ગયા. મુસ્તનસિર બિલ્લાહ પછી એમની ઇમામોની પરંપરામાં નિઝાર બિલાહ અને એમના પછી હાદી હસન સખહ હતા. હિંદમાં ઈસ્માઈલી ઉપદેશક નુર સતગરને મોકલનાર તેઓ હતા એમ મનાય છે. ૩૯ મા ઈમામ નુરુદ્દીન અલીની ઇમામતને સમય ઈ.સ. ૧૫૧૬–૧૫૫૦ હતું. ગુજરાતની તનતના સમયના ઈસ્માઈલી નિઝારીઓ અર્થાત ખેજાઓના તેઓ ઇમામ હતા.