SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ ] સનત ફાર મહત્ત્વનું કાર્યું હતું.૯૮ પેથડ અને મંડલિકના વંશજ પર્યંતે પણ વિ.સં. ૧૫૭૧(ઈ.સ. ૧૫૧૫)માં ગ્રંથસડાર સ્થાપ્યાના ઉલ્લેખ મળે છે,૯૯ ( જૈનેાની જીવદયાવૃત્તિ અને ઉદારતાનાં પણ કેટલાંક ઉદાહરણ આ કાલ દરમ્યાન તે ધાયાં છે. મહમૂદ ખેગડાના શાસનકાલ દરમ્યાન વિ.સં. ૧૫૩૯(ઈ.સ. ૧૪૮૩)ના અરસામાં ગુજરાતમાં ભારે દુકાળ પડેલા ત્યારે જૈન શેઠ ખેમા હુડાલિયાએ ગુજરાતને પુષ્કળ અનાજ પૂરું પાડી એક વાણિયા શાહ, અને બીજો શાહ પાદશાહ ' એ કહેવતને જન્મ આપ્યા હતેા.૧૦૦ એ જ રીતે વિ.સ. ૧૫૮૨(ઈ.સ. ૧૫૨૬) માં દુષ્કાળ પડેલા ત્યારે જૈન ઓસવાળ ભત્રી નગરાજે સદાવ્રત ચાલુ રાખીને ત્રણ કરોડ પિરાજી સિક્કાનું ખર્ચ કર્યું હતું. ૧ ૧ - ૧ જૈન ધર્માંના શ્વેતાંબર અને દિગ`ખર એવા બે સંપ્રદાય તા છેક ભદ્રખહુના સમયમાં અલગ પાડેલા, પરંતુ ત્યારપછી વિવિધ કારણાને લીધે શ્વેતાંબરામાં અનેક વાડા પડથા, જે ‘ગચ્છ ' નામથી જાણીતા છે. આમાંના કેટલાક ગુચ્છ તા આચારમાં આવેલ શિથિલતા નિવારવાના હેતુથી સ્થપાયેલા: પરંતુ અસ્તિવમાં આવ્યા પછી મોટે ભાગે આ હેતુ ભુલાઈ ગયે। તે ગચ્છે પેાતપેાતાના અલગ અસ્તિત્વને ટકાવી રાખવા માટે જ મથવા લાગ્યા અને એ રીતે જૈન ધર્મ નાનામોટા અનેક વાડામાં વહેંચાઈ ગયે।. પ્રસ્તુત કાલખંડમાં પણ જૈન સંધમાંથી અનેક ગચ્છ ઉદ્ભવ્યા. એમાં પ્રથમ આવે છે ‘જીરાપલ્લી' અથવા જીરાવલા' ગચ્છ, એ બૃહદ્ ગચ્છની શાખા છે. આ ગચ્છ કયારે અલગ પડજો એની માહિતી મળતી નથી, પરંતુ રાજસ્થાનમાં આવેલ પ્રાચીન સ્થળ જીરાવલમાં એને પ્રારભ થયેા હશે, આ ગચ્છને લગતા વિસ'. ૧૪૦૬(ઈ.સ. ૧૩૫૦)થી વિ.સં. ૧૫૧પ(ઈ.સ. ૧૪૫૯) સુધીના પ્રતિમાલેખ પ્રકાશિત થયા છે. ૧૦૨ ['$1. વિ.સ’. ૧૪૨૨(ઈ.સ. ૧૩૬૬)માં ખરતર ગચ્છમાંથી ‘વેગડ ’ગચ્છ અલગ પડયો. ખરતગચ્છના છાજેડ ગાત્રની વેગડ શાખાના ધવલ્લભ ઉપાધ્યાય જેસલમેરમાં રહેતા હતા તેમના ગચ્છના જિનેયસૂરિએ એમને અચાર્ય પદ ન આપતાં તેઓએ સામેાર જઈ વારાહી દેવીની આરાધના કરી. એ પછી રુદ્રપક્ષીગચ્છના એક આચાર્યે પાટણમાં વિ.સ. ૧૪૨૨(ઈ.સ. ૧૭૬૬)માં આ ઉપાધ્યાયને આચાર્યની પદવી આપી એમને ‘ જિનેશ્વરસૂરિ' નામ આપ્યું. મા જિનેશ્વરસૂરિએ પેાતાના શ્રીમત અને ઉચ્ચ અધિકારી એવા કુટુબીજનેાની સહાય વડે નવા વેગડગચ્છ' સ્થાપ્યું. ૧૦૩ વિ.સ. ૧૫૦૮(ઈ સ. ૧૪૫૨)માં અમદાવાદના લહિયા લેાંકા શાહુને કાઈ સાધુએ સાથે અણુબનાવ થશે. એ પછી વિ.સં. ૧૫૩૦(ઈ.સ. ૧૪૭૪)માં ま
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy