SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫) સવના કાલે ખૂણાદાર છે અને તેઓની વચમાં અક્ષરનું બિંદુ સુધ્ધાં મૂકી આંખના ડોળામાં કીકીને પણ આભાસ કરાવે એવું સુંદર આયોજન નયનમે જેવું ગમે તેવું છે. ૨૮ તદુપરાંત અમદાવાદની જામે મસ્જિદને અભિલેખ પણ આવા કૌશલને ઉચ્ચ કલાત્મક નમૂને પૂરો પાડે છે. એમાં વિશેષ કરીને શબ્દાંતે આવતા ૬, a . () કે લાંબા સ જેવા અક્ષરો અર્ધવર્તલીય ભાગો કે આડા લસરકાઓને વિવિધ ભૌમિતિક આકૃતિઓનું રૂપ આપી સુલેખનકલામાં એક વિલક્ષણ આલે. કારિક તત્વને ઉમેરે કર્યો છે. વળી અમદાવાદની શાહી મસ્જિદના અભિલેખામાં ગુજરાતના સુલતાનની પૂરી વંશાવલી આપવાની જે પ્રથા અપનાવાઈ છે તેમાં “શાહ' શબ્દની પુનરુક્તિ થતી હોવાથી આ શબ્દને વિભિન્ન રૂપે લખી ખપાવવામાં આવ્યો છે, જેની કલામયતાને સાચો ખ્યાલ આ નમૂના જોતાં આવે.૨૯ ઉપર ઉલલેખાયેલી સાદી તેમજ અલંકૃત નખ શૈલીઓના બીજા સુંદર નમૂના ગુજરાતનાં વિવિધ સ્થળોની ઇમારતના અભિલેખો દ્વારા સચવાયા છે.• એ જ પ્રમાણે યુથ શૈલીના પણ વિવિધ ભાતના નમૂના પ્રાપ્ય છે. સાદી શૈલી ઉપરાંત “નખ” જેમ જ “રિકાના ગાઢ પ્રભાવવાળા, ઊભા લસરકાઓની વિવિધ ગોઠવણવાળા, અગ્રાવાળા, ઈત્યાદિ સંખ્યાબંધ અભિલેખ આ શૈલીઓના સુંદર નમૂના પૂરા પાડે છે. સાદી પણ વિશિષ્ટ યુ©ને ઉચ્ચ કોટિન નમૂને જૂનાગઢમાં ઉપરકેટ ઉપર આવેલી નીલમ તાપ પરનો લેખ (આકૃતિ ૨) ગણાવી શકાય. ૩૧ સાદી થુલ્યના બીજા સુંદર નમૂનાઓમાં વેરાવળની નગીના મસ્જિદને હિ.સ. ૮૯૩(ઈ.સ. ૧૪૮૮)ને, જંબુસરની જામે મસ્જિદને હિ.સં. ૯૧૭ (ઈ.સ. ૧૫૧૧-૧૨)ને ૩૩ ભરૂચમાં મીર ગિયાસુદ્દીનના રજાને હિ.સં. ૯૭૦ (ઈ.સ. ૧૫૬૨-૬૩)ના બે લેખ (આકૃતિ ૩) એ ગણાવી શકાય. આવા કોઈ કાઈ લેખમાં પશ્ચાદભૂની ખાલી જગ્યાઓને કુલબુટ્ટાથી અલંકૃત કરવાથી આખા લખાણની કલામયતા દીપી ઊઠે છે. ગુજરાતના નાઝિમ મલેક મુફર હે બંધાવેલ ખંભાતની જોઈવાડાની મજિદને હિ.સં. ૭૬૭ ઈ. સ. ૧૩૬૫૬૬)ને લેખ આનું સરસ ઉદાહરણ છે, પણ સમુદ્રની ખારી હવાની સાધારણ કોટિના રેતિયા પથ્થર પર કંડારેલા અક્ષરે પર માઠી અસર થવાથી લેખની આકર્ષકતામાં ઘટાડો થયો છે. ૩૫ લસરકાઓને કલાત્મક ગોઠવણ વગેરેથી અલંકૃત થુલ્ય શૈલીના સુંદર નમૂના અભિલેખોમાં મળે છે. “રિકાના ગાઢ પ્રભાવવાળા અત્યંત મનોહર નમૂનાઓમાં પેટલાદના બાબા અર્જુનશાહની દરગાહના હિ.સ. ૬૩૩(ઈ.સ. ૧૨૩૬)નાક અને ભરૂચની ઈદગાહના હિ.સ. ૭૨ (ઈ.સ. ૧૯૨૬)ના લેખમાં
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy