________________
૧૨ મું J.
લિપિ
[૩૫૧
આ જ અરસામાં નખને મળતી થુલ્ય નામથી ઓળખાતી બીજી એક શૈલી પ્રચલિત થઈ. વાસ્તવમાં થુલ્થ અને નખની રેખાઓમાં સુરેખતા કે વક્રતાના પ્રમાણમાં ભેદ નથી, પણ બંનેને એકબીજાથી ભિન્નતા આપ્નાર લક્ષણ તેમની રેખાઓની જાડાઈમાં તફાવત એ છે. નખ પાતળી કલમથી લખાય છે. જ્યારે યુથે જાડી કલમથી. આ નરખ–શુથની નડાઈનું પ્રમાણ ૧ : ૩ છે તેમજ શાસ્ત્રીય વ્યાખ્યા પ્રમાણે યુઘમાં અક્ષરના આડા સરકઓ છેડા ઉપર નખની જેમ સીધા નહિ, પણ સહેજ ગોળાઈયા ખેંચાય છે. પરિણામે નખ કરતાં યુથે જાડા અક્ષરવાળી હવાથી વધુ ગોળાઈવાળી લાગે છે અને એને લઈને એમાં લખેલું લખાણ કલાત્મક અને આકર્ષક લાગે છે. શુધની આ લાક્ષણિકતાને લઈને એને મુખ્યત્વે ઇસ્લામી દેશમાં ઐતિહાસિક કે નામાંકિત ઇમારતો પર આલંકારિક અભિલેખોમાં કૂફી પછી અને નાસ્તાલીકના વિકાસ થયો તે પહેલા પ્રયોગ થવા લાગ્યો. જોકે હિંદુસ્તાન અને ગુજરાતમાં નખ અને યુથ બંનેને ઉપયોગ લગભગ સરખે કે સહેજ ઓછાવત્તા પ્રમાણમાં કરવામાં આવ્યો હોવાનું જણાય છે.
ટૂંકમાં, ૧૩ મી થી ૧૬ મી સદી દરમ્યાનમાં મુકાયેલા સંખ્યાબંધ અભિ લેખ કાં નખ કાં થુલ્ય શૈલીમાં છે. આ અભિલેખોમાં સાવ કલાવિહીન અને બેડોળ બનાવટથી લઈ સાધારણ, સારા તેમજ અત્યંત કલાત્મક અને અતિ સુંદર અને મનહર અમ ભાતભાતના નમૂના દષ્ટિગોચર થાય છે.
આકારિક લેખનશૈલીવાળા જેટલા સંખ્યાબંધ મૃત્યુલેખ ખંભાતમા મળ્યા છે તેટલા બીજે કોઈ સ્થળે મળી નથી. ઉપરાંત પાટણ વેરાવળ પેટલાદ રાંદેર વગેરે સ્થળોએ પણ એક બે કે વધુ લેખ પ્રાપ્ત થયા છે. આ મૃત્યુ. લેઓના ભાત પણ આકર્ષક છે. વિવિધ આકારની મહેરામ(કમ 1) ની ચારે બાજુ પહોળા એક કે વધુ બહિરે ખાઓવાળી હરોળા વચ્ચે કમાનની નીચેના ભાગને સાત આઠ કે એનાથી વધુ આડી હરોળમાં જાડી રેખાઓથી વિભાજિત કરી એમાં આલંકારિક કૂફીમાં વિશ્રામાંની એકાદ લીટી તથા બાકી લખાયુનું અલંકૃત નખ શૈલીમાં નિરૂપણ કરી કબરના મથાળે મૂકવા માટેનું મૃત્યુલેખ અતિ આકર્ષક લાગે છે. આ વિશિષ્ટ પ્રકારના મૃત્યુલેખોની લેખનશૈલી પણ વિશિષ્ટ પ્રકારની નખ છે. એની લખાવટ અક્ષરમરોડ અને સુયોજિત તથા સુઘટિત અક્ષર-સમૂહ દ્વારા ઉત્પન્ન કરેલ લાવણ્યમય મનોરમ સુંદરતાના ઉત્કૃષ્ટ નમૂના પૂરા પાડે છે. આ અભિલેખેની નખ શૈલી શાસ્ત્રીય વ્યાખ્યા પ્રમાણે સાદી નખ - હિ, પણ અલંકૃત છે, જેમાં એક બીજી અરબી લિપિૌલી