________________
ભાષા અને સાહિત્ય
૩િ૩૫
સમયમાં એ સમયના ઇતિહાસેની રચના થઈ હતી. નાઝિમના સમયમાં આશ્રય કે ઉરોજનના અભાવે એવું કંઈ ખાસ બન્યું નહિ, પરંતુ ઈ.સ. ૧૫મી સદીમાં આરંભાયેલી લેખનની પ્રવૃત્તિ ઈસ ૧૬મી સદી દરમ્યાન એ સતનતના અંત સુધી રહી હતી. એમાં “મુઝફરશાહી', હલવી શીરાઝીની “તારીખે અહમદશાહી', અબ્દુલ હુસેન નૂનીની “મઆસિરે મહમૂદશાહી', શમ્સદ્દીન મુહમ્મદ ઝીરક અથવા મુલ્લા અબ્દુલકરીમ હમદાનીની “આસિરે મહમદશાહી', મૌલાના અબ્દુલ કરીમને “તબકાતે મહમૂદશાહી', ફેઝુલ્લાહ બિલાની તારીખે સદ્ર જહાન” કે “તારીખે મહમૂદશાહી', શરફુદ્દીન બુખારીની તારીખે સલાતીને ગુજરાત” મીર સૈયદ અલી કાશાની તારીખે મુઝફફરશાહી', હુ સામખાન ગુજરાતીની તારીખે બહાદુરશાહી', શાયર મુતીને ‘ગંજે મઆની” અને આરામશાહ કશ્મીરીને “તેહફાસૂસાદત નેંધપાત્ર છે.*
આ રીતે જોતાં આ કાલનું ઇતિહાસ સાહિત્ય ઘણું સમૃદ્ધ હતું. આવા અનેક ઈતિહાસ-ગ્રંથે સુલતાનોની સિદ્ધિઓ વર્ણવવાને લખાયા હતા, પરંતુ માત્ર થોડા વિનાશમાંથી બચેલા મળે છે. એમાંના કેટલાક તે પછીના અન્ય ગ્રંથેમાં આધાર કે અવતરણરૂપે જ કેટલાક અંશે સચવાયેલા છે.
એ બધા ઇતિહાસ અમલદાએ લખ્યા હોય કે અન્ય ઈ બીજાઓએ, છતાં ભેટસોગાદની આશાએ મોટે ભાગે સુલતાનની ઈચ્છાનુસારના હેઈને એમના વિચારોને પડઘો પાડે છે.
એમાં શાહી ઠાઠ અને શાનશૌકતનો હેવાલ રજૂ કરેલ હોય છે. આશ્રયદાતાઓને ખુશ કરવાને એમનાં સારાં કૃત્યોને અતિશયોક્તિથી વર્ણવેલાં હોય છે અને એમના દેશ અને દુર્ગુણ ઉપર ઢાંકપિછોડો કરેલ હોય છે. આમ થવાથી સારી વાતો વિકૃત થયેલી હોય છે, ગેરમુસ્લિમો પ્રત્યે અકારણ દોષ અને અણગમો જણાય એવું પણ થયેલું છે. આથી ઐતિહાસિક દષ્ટિબિંદુને હાનિ પહોંચેલી છે. એ સર્વ એની ક્ષતિઓ છે. આથી અર્વાચીન જમાનાના સંશોધકોએ એમાંથી હકીકતો ચાળી લઈ એમનો ઉપયોગ કરવાની આવશ્યકતા રહે છે. એમાં એક બાબત લખાણવા યોગ્ય એ હોય છે કે એમાં સાલવારી તથા કેટલીક વાર તે પ્રત્યક્ષ અનુભવોના આધારે આપેલાં વર્ણનોને લઈને આનુપૂર્વીના અનુમાનને બદલે વિગત નિશ્ચિતતાની કટિમાં આવી ગયેલી હોય છે. કારસી શાયરી
આ કાલમાં ફારસીનું વિશિષ્ટ સ્થાન હતું. શાયરો પિતાના આશ્રયદાતાઓને એ ભાષામાં કસીદા (પ્રશસ્તિકાવ્ય) લખી ખુશ કરતા રહેતા હતા. કેટલાક