________________
ભાષા અને સાહિત્ય
- ગંગાદાસ (ઈ.સ. ૧૫૪૩ માં હયાત)-સુરતના કોઈ પર્વતસુત ગંગાદાસને લક્ષ્મીગૌરીસંવાદ” (સં ૧૫૯૯-ઈ.સ. ૧૫૪૩) કાવ્યલક્ષણોથી શોભતો પણ છંદમાં ઉપલબ્ધ છે.
નારાયણ (ઈ.સ.ની ૧૬મી સદીનો પૂર્વાર્ધ)–કેઈ નારાયણને મુક્તિમંજરી અને “ભક્તિમંજરી” નામક સં. ગ્રંથને પદ્યાનુવાદ જાણવામાં આવ્યું છે.
જ્ઞાનાચાર્ય (ઈ.સ. ૧૬મી સદીના પૂર્વાર્ધ)–પ્રખ્યાત કાશ્મીરી કવિ બિલ્પણની પંચાશિકા'ના વિકાસમાં કોઈ જ્ઞાનાચાર્યની બે રચના “બિલ્ડણ-પંચાશિકા' અને શશિકલા-પંચાશિકા' એપાઈમાં અનૂદિત કરેલી જાણવામાં આવી છે. અનુવાની ભાષા સમૃદ્ધિ નેધપાત્ર છે.
શશિકલાકાર (ઈ.સ. ૧૬મી સદીને પૂર્વાર્ધ)–જ્ઞાનાચાર્યની રચના પછી ‘શશિકલા' ઉપરની કંઈ અજ્ઞાત કવિની જરા વિસ્તૃત રચના જાણવામાં આવી છે.
વાસણદાસ (ઈ.સ. ૧૫૪૪ લગભગ)– વાસણદાસની હરિન્યુઅક્ષરા' (દોહરામાં) અને “કૃવંદાવન-રાધારાસ' (શાર્દૂલવિક્રીડિત વૃત્તોમાં) એ બે મહત્ત્વની રચના છે. પાછલી રચના કાવ્યગુણથી સમૃદ્ધ છે.
વજિયો (ઈ.સ. ૧૬મી સદીના મધ્યભાગ)--આખ્યાન પદ્ધતિની કેડીએ ચડતા કોઈ વજિયા નામના આખ્યાનકારની “રણજગ” (સં. યજ્ઞ) નામની જાણવામાં આવેલી રચના પછથી સુપ્રસિદ્ધ આખ્યાનકાર પ્રેમાન દના “રણને પ્રેરણા આપનારી છે એ નોંધપાત્ર છે. વજિયાએ મહાભારતમાં રને અપાયેલા ચા એવા રૂપકની પડખે રામ-રાવણ યુદ્ધન એ રૂપક આપ્યું છે.
ઉદ્ધવ (ઈ.સ. ૧૬ મી સદીને ઉત્તરાર્ધ)––ભાલણના પુત્ર ઉદ્ધવની એકમાત્ર પ્રામાણિક રચના “બબ્રુવાહન આખ્યાન' છે. એના નામે બાલકાંડથી યુદ્ધકાડ સુધીને રામાયણને આખ્યાનરૂપને સારાનુવાદ પ્રસિદ્ધ થયેલ છે, પણ એ એની રચના સિદ્ધ થઈ શકી નથી.
વિષ્ણુદાસ (ઈ.સ. ૧૬ મી સદીના ઉત્તરાર્ધ)- ઉદ્ધવના કહેવાતા રામાયણના ઉત્તરકાંડને અંતે ભાલણ-સુત વિષ્ણુદાસની છાપ છે; એ ઉત્તરકાંડ તો ખંભાતના રામજન કુંવરની રચના છે, માત્ર છેલ્લાં બે કડવાં જ વિષ્ણુદાસનાં છે
પ્રેમાવતીકાર (ઈ.સ. ૧૬ મી સદીને મધ્યભાગ)કઈ અજ્ઞાતને એક લૌકિક કથા “પ્રેમાવતી' જાણવામાં આવી છે.