________________
૧૧ મું].
ભાષા અને સાહિત્ય
[૩૨૦
નરપતિ (ઈ.સ. ૧૪૮૯–૧૫૪માં હયાત)-કઈ નરપતિની નંદબત્રીસી (સં. ૧૫૪૫-ઈ.સ. ૧૪૮૯) અને પંચદંડ (સં. ૧૫૬ -ઈ.સ. ૧૫૦૪) એ બે લૌકિક કથાઓ જાણવામાં આવી છે. સં. ૧૭૨(ઈ.સ. ૧૨૧૬)માં રચી હોઈ મનાતી “વીસલદે-રાસ' નામની એક ઐતિહ્યમૂલક પ્રબંધ-રચના જાણવામાં આવી છે, પરંતુ ભાષા વગેરે જોતાં એ ૧૫મી-૧૬મી સદીના અંતકાલની છે. આનો કર્તા કોઈ નરપતિ નાહ' છે. આ બેઉ નરપતિ એક હોવાની સંભાવના કરવામાં આવી છે.
રાઉલ કાન્હ (ઈ.સ. ૧૬ મી સદીનો આરંભ) –કઈ રાઉલ કાન્હનું શુદ્ધ ગણ મેળ શાર્દૂલવિક્રીડિત વૃત્તમાં રચાયેલું “કૃષ્ણક્રીડિત’ નામનું કાવ્ય જાણવામાં આવ્યું છે. જૈનેતર કવિને ગણમેળ છંદમાં રચાયેલો આ અત્યારે તો પહેલો પ્રયત્ન છે. સંસ્કૃત સાહિત્યનાં કાવ્યલક્ષણેથી આ કાવ્ય સમૃદ્ધ છે એ પણ વિશિષ્ટતા છે.
કક વસહી (ઈ.સ. ૧૬ મી સદીને આરંભ) –ગણદેવીના વતની ગંદા-પુત્ર અનાવળા કીકુ વસહી(વશી)ની બાચરિત્ર અને છપ્પાઓમાં “અંગદવિષ્ટિ' એ બે રચના મળી છે. અનાવળા ગામમાં ઉત્તર દેશમાંથી આવેલા બ્રાહ્મણકુળને આ કવિ છે. એ દષ્ટિએ આજના અનાવળા બનાવિ રીતે સુધારેલા સંસ્કૃત શબ્દવાળા બ્રાહ્મણ ઔદીચ્યોને કે ઈ પ્રકાર હોવાનું કીકુના શબ્દોથી સમજાય છે.
શ્રીધર અડાલજે (ઈ.સ. ૧૫૦૯ માં હયાત)–જૂનાગઢના એક રાજ્યકર્મચારી અડાલજા મોઢ વણિક શ્રીધરની “રાવણમંદોદરી સંવાદ' (સં. ૧૫૬પઈ.સ. ૧૫૦૯) અને આખ્યાનકટીનું ગૌરીચરિત” એ બે રચના મળી છે. શામળને રાવણમંદરી સંવાદ' શ્રીધરની આ રચનાને અનુકરણમાં રચાયેલું છે.
ભાલણ ત્રવાડી (ઈ.સ. ૧૬ મી સદીને પૂર્વાર્ધ)---તત્કાલીન મધ્ય ગુજરાતી ભાષાનું “ગુજર ભાખા” નામ આપનારા, પાટણ( ઉત્તર ગુજરાત)ના, કડવાબદ્ધ આખ્યાનેના પુરસ્કારક ત્રવાડી મોઢ બ્રાહ્મણ ભાલણની “ભીલડી સંવાદ” “સપ્તશતી’ જાલંધર આખ્યાન “દુર્વાસા આખ્યાન' “મામકી આપ્યાન રામવિવાહ” “ધ્રુવ આખ્યાન મૃગી આખ્યાન 'કૃષ્ણવિષ્ટિ” નળાખ્યાન” “કાદંબરી' “ભાગવતદશમસ્કંધ' “રામબાલચરિત–આટલી સિદ્ધ રચનાઓ મળી છે, જેમાં સપ્તશતી નળાખ્યાન” “કાદંબરી' અને “દશમસ્કંધ એ મૂળ સંસ્કૃત ગ્રંથના સારાનુવાદ છે. આમાંની “કાદંબરી' સંસ્કૃત ભાષાના સમર્થ કવિ બાણું અને એના પુત્રની સં. જાન્તર'ને મૂલની ખૂબીઓને જાળવતો અને એમાં પિતા તરફથી પણ સ્વતંત્ર ખૂબીઓ ઉમેરત અસામાન્ય કેટીને કડવાબદ્ધ આખ્યાનના સ્વરૂપનો અનુવાદ છે. એનાં કૃષ્ણલીલાને લગતાં સેંકડો પદ પણ જાણવામાં આવ્યાં છે. એ વત્સલરસને કવિ હતો. “દશમસ્કંધ'માં એનાં થોડાં વ્રજભાષાનાં પણ પદ મળે છે.