________________
૨૨૪
સતત ઝલ :
શ્રીધર વ્યાસ (ઈ.સ. ૧૩૯૮ માં હયાત)-–તીમૂરની હિંદ ઉપરની (ઈ.સ. ૧૩૯૮ની) સવારીનો ઉલ્લેખ કરનારા શ્રીધર વ્યાસની “રણમલદ’ અને ‘ભગવતીભાગવત' કિવા “ઈશ્વરી છંદ” એ બે રચના જાણવામાં આવી છે. ચારણી પ્રકારની “અવલ અર્થત ડિ ગળી-અપભ્રંશને આભાસ આપતી–બળકટ ભાષામાં વિવિધ છંદમાં રચાયેલું આ ઐતિમૂલક યુદ્ધકાવ્ય છે. મીર મલિક મુફરજ ઈડર ઉપર ચડી આવેલ અને ઈડરના રાવ રણમલે એના ઉપર વિજય મેળવ્યો એનું કવિત્વમય વર્ણન આ કાવ્ય અનેક અરબી-ફારસી શબ્દ પ્રયોજીને રચી આપે છે. રામલે દરિયાખાન ઝફરખાન (ઈ.સ. ૧૭૭૬-૧૩૭૪ દરમ્યાન સૂબો ને હરાવ્યા. પણ આ કાવ્યમાં નિર્દેશ છે. બીજી રચના સુપ્રસિદ્ધ ચંડીપાઠની કથા આપે છે.
ભીમ (ઈ.સ. ૧૪૧૦માં હયાત)–અર ઈત પછી જૈનેતર આ બીજે કવિ છે કે જે પણ એક લૌકિક પદ્યકથા આપે છે. આ કથા તે ‘સદયવસરાન્તિ કે “સદયવત્સપ્રબંધ'. લોકમાં સદેવંત–સાવલિંગાને વાર્તા તરીકે જાણીતી કથાને આ જૂને પાઠ છે. અનેક સુમધુર વર્ણનથી એણે આ પઘકથાને રસિક બનાવી છે. નવે રસ એણે યથાશક્તિ વર્ણવી બતાવ્યા છે.
નરસિંહ મહેતા (ઈ.સ. ૧૪૧૨-૧૪૮૧)-ગુજરાતી ભાષામાં આદિ કનું બિરુદ ચરિતાર્થ કરી બતાવનાર, મૂળ તળાજા(જિ. ભાવનગર)ને, પણ પછીથી જૂનાગઢમાં આવી વસેલા નરસિંહ નાગર કૃષ્ણલીલાવિષયક પદે તેમજ પાના જીવનમાં મળેલી અચિત્ય સહાયોને અભુત રસ પડછે વર્ણવી રચેલાં આત્મચરિતને લગતાં કાવ્યો કે પછી અનેક કવિઓને પ્રેરણાસ્ત્રોત બની રહ્યો. આત્મચરિતનાં કાવ્યોનાં એણે “ઝારી હૂંડી' “મામેરું' “પુત્રને વિવાહનાં પદ અને જૂનાગઢના રા'માંડલિક ૩ જાના દરબારમાં એની થયેલી કસોટી – હારસમે' તરીકે જાણીતીને લગતાં પદો (સં. ૧૫૧૨ ને ભાગસર સુદિ ૭ને રવિવાર, તા. ૧૬-૧૧-૧૪૫૫) ગાયાં છે. એની વિશિષ્ટતા વિભિન્ન શાસ્ત્રીય રાગમાં હજારોની સંખ્યામાં ગાયેલાં એના વિશિષ્ટ કાવ્ય-પ્રકાર તરીકે વિકસી આવેલાં પદમાં છે. ઝૂલણા છંદના રાહમાં ગાયેલાં પદોની સંખ્યા થડી છે છતાં એમાં એણે તત્ત્વજ્ઞાનની કવિતા ગાઈ હે ઈ એ રાહને લોકભોગ્યતા આપી શક્ય છે. એના “સુદામાને ઝૂલણું” સુમધુર રચના છે. “સુરત-સંગ્રામ' અને ગોવિંદગમન” ઘણા પછીના સમયમાં એને નામે ચડાવેલી રચનાઓ છે, પણ એની જ “ચાતુરીઓ તો સુપ્રસિદ્ધ ભક્તકવિ જયદેવના નીતmવિત્ર કાવ્યની યાદ આપે તેવી મધ્યકાલીન ગુજરાતી રચના છે.