SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨) સાહનત કા જ્ઞાતીય શ્રેષ્ઠી કર્મચંદ્ર મંત્રીએ લાખ રૂપિયા ખરચીને શત્રુજયના મૂળ મંદિરને જીણીધાર પૂરો કરવી એને પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો હતો તેનું પ્રત્યક્ષશી વર્ણન ગ્રંથકારે કર્યું છે. નસિંહરિ (ઈ.સ. ૧૫૪૯) પા. લાવણ્યધર્મના શિષ્ય રત્નસિંહરિ એ સં. ૧૬૦૫(ઈ.સ. ૧૫૪૯)માં વિજયદાનસૂરિના સત્તા-કાલમાં “ઉપદેશમાલાની ૫૧ મી પ્રાકૃત ગાથા સામૂહગાના ૧૦૦ અર્થ કરી શતાથ રચી હતી. ચંતકીર્તિરિ (ઈ.સ. ૧૫૭)–નાગપુરીય તપા. રાજરત્નસૂરિના શિષ્ય ચંદ્રકીર્તિસૂરિએ સં. ૧૬૨ (ઈ.સ. ૧૫૬૭)માં “સારસ્વત વ્યાકરણ પર “સુબેધિકા” નામની સુધ ટીકા રચી છે. મુનિ ગુણવિનય (ઈ.સ. ૧૫૮૪-૮૯)–ખર. ઉપા. જયસેમસૂરિના શિષ્ય મુનિગુણવિનયે હનુમાન કવિએ રચેલા “ખંડ પ્રશસ્તિકાવ્ય” ઉપર સં. ૧૬૪૧(ઈ.સ. ૧૫૮૪)માં ટીકા રચી છે. બીજા કેટલાક જૈનાચાર્યોએ પણ આ કાવ્ય ઉપર ટીકાઓ રચી છે. વળી ગુણવિનયે સં. ૧૬૪૬(ઈ.સ. ૧૫૮૯-૯૦)માં “દમયંતીચંદ્રપૂકથા 'ની વૃત્તિ અને વૈરાગ્યશતક' ઉપર ટીકાઓ રચી છે; “સિંહાસનકાત્રિશિકા'ની રચના પણ કરી છે. “રઘુવંશકાવ્ય” ઉપર સં. ૧૬૪૬(ઈ.સ. ૧૫૯)માં વિક્રમનગરમાં વૃત્તિ રચી છે. આ વૃત્તિમાં એમણે અનેક ટીકાઓને ઉપયોગ કર્યો છે. ગુણવિનયે સં. ૧૫૫(૧૫૯૯)માં આ ગ્રંથના આધારે “કર્મચંદ્રવંશાવલીપ્રબંધ' નામે ગુજરાતી ભાષાનું કાવ્ય રચ્યું છે. શિવરામ શુકલ (ઈ.સ. ૧૬મા સૈકી–સરખેજના વતની શિવરામ શુકલ નામના કર્મકાંડી પંડિતે “વાસ્તુશાંતિ', “સર્વદેવપ્રતિષ્ઠાવિધિ, સામવેદીઓ માટેની સંસ્કારપ્રાતિવિષયક “સુધિની' વગેરે કર્મકાંડગ્રંથ રચ્યા છે. મુનિ શુભસુંદર (ઈ.સ. ૧૬મી સદી)–તપા. લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય શુભસુંદરમુનિએ મંત્ર યંત્ર અને ઔષધ-કાગગર્ભિત “દેઉલવાડામંડન–ષજિનસ્તોત્રની સટીક રચના કરી છે. અથલ (ઈ.સ. ૧૬મી સદી)–વડનગરના અચલ દ્વિવેદી નામના વિદ્વાને નિર્ણયદીપક નામને ગ્રંથ ઈ.સ.ના ૧૬મા સૈકામાં રસ છે.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy