________________
૩૧૨]
સલતનત કાલ
આ આચાર્યો સં. ૧૪૯૬(ઈ.સ. ૧૪૩૯-૪૦)માં રાણકપુરમાં ત્રિભુવનદીપક પ્રાસાદની પ્રતિષ્ઠા કરી હતી અને સોમદેવને આચાર્યપદ અર્પણ કર્યું હતું.
એમનું સવિસ્તર જીવનવન પ્રતિષ્ઠાસોમે સં. ૧૫૪૧ (ઈ.સ. ૧૪૮૪-૮૫)માં રચેલા “સોમસૌભાગ્યકાવ્યમાં અને ચારિત્રગણિએ એ જ વર્ષે રચેલા ગુરુગુણ રત્નાકર કાવ્યમાં આલેખ્યું છે.
ગુણરત્નસૂરિ (ઈ.સ. ૧૪૧૦)–તપાગચ્છીય દેવસુંદરસૂરિના શિષ્ય અને સોમસુંદરસૂચ્છિા સહાધ્યાયી ગુણરત્નસૂરિએ ગુરુના આદેશથી વિ. સં. ૧૪૬૬ (ઈ.સ.૧૪૧૦)માં ઝિયારત્નસમુચ્ચય' નામક કૃતિ રચી છે..
વળી એમણે સં. ૧૪૫૭( ઈ.સ. ૧૪૦૦-૦૧)માં “કલ્પાંત અને વાસોનિપ્રકરણ” એટલે “અંચલમતનિરાકરણ” ચ્યાં છે. હરિભદ્રસૂરિએ રચેલા - પદર્શનસમુચ્ચય” ઉપર “તર્ક રહસ્ય-દીપિકા રચી છે. આ ઉપરાંત સત્તરિયા આદિ અનેક પ્રકરણે ઉપર અવચૂરિઓ રચી છે.
જ્ઞાનસાગરસૂરિ (ઈ.સ. ૧૪૧૪)–બૃહત્તપાગચ્છના રનસિંહસૂરિના શિષ્ય ઉદયવલ્લભના શિષ્ય જ્ઞાનસાગરસૂરિએ ખંભાતમાં સં. ૧૫૧૭(ઈ.સ. ૧૪૬-૬૧)માં જેના તેરમા તીર્થંકરનું “વિમલનાથચરિત” નામે કાવ્ય રચ્યું છે. વળી આ પૂર્વે સં. ૧૪૭૦ (ઈ.સ. ૧૪૧૪)માં “રત્ન ચૂડકથા” નામે ગ્રંથ રચ્યો છે.
ઉપા. દેવમૂતિ (ઈ.સ. ૧૪૧૫)-કાસહૂદગચ્છીય દેવચંદ્રસૂરિના શિષ્ય ઉપા. દેવમૂર્તિએ સં. ૧૭૧(ઈ.સ. ૧૪૧ ૫)માં ૧૪ સર્ગનું “વિક્રમ ચરિત” રચ્યું છે.
જિનવર્ધનસુરિ (ઈ.સ. ૧૪૧૪)–ખરતરગચ્છના જિનરાજમૂરિની પાટે સં. ૧૪૬૧(ઈ.સ. ૧૪૦૪–૦૫)માં જિનવધનસૂરિ થયા. પાછળથી કંઈક વધે ઉપસ્થિત થતાં ગચ્છથી અલગ થઈ એમણે પિપલક ખરતર શાખા” ચલાવી.
એમણે સં. ૧૪૭૪(ઈ.સ. ૧૪૧૮)માં શિવાદિત્ય-કૃત “સપ્તપદાથી ઉપર ટીકા રચી છે અને અવાટાલંકાર' પર પણ વૃત્તિની રચના કરી છે.
“ભટકઢાત્રિશિકાના કર્તા (ઈ.સ. ૧૪૧૯)–સોમસુંદરસૂરિના કોઈ શિષ્ય “ભરટકઠાત્રિશિ” નામે ગ્રંથની રચના સં. ૧૪૭૫ (ઈ.સ. ૧૯૧૯) લગભગમાં કરી છે. આમાં મિશ્ર સંસ્કૃતમાં ભરડા (બાવાઓ) વિશે ૩૨ બેધપ્રદ કથા છે.