SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મુ] ભાષા અને સાહિત્ય (૩૦૫ કમલપ્રભમુનિ (ઈ.સ. ૧૩૧૬)-પૂર્ણિમાગ૭ના રત્નપ્રભસૂરિના શિષ્ય કમલપ્રભમુનિએ સં. ૧૩૭૨(ઈ.સ. ૧૩૧૬)માં “પુંડરીરિત્ર' રચ્યું છે. સર્વાનંદસૂરિ (ઈ.સ. ૧૩૧૯ લગભગ –ધનપ્રભસૂરિના શિષ્ય સર્વાનંદસૂરિએ જગડુચરિત” કાવ્યની રચના સં. ૧૩૭૫ (ઈ.સ. ૧૩૧૯) લગભગમાં કરી છે. ગ્રંથકાર જગડુશાહને સમકાલીન હોવાથી એમાં પ્રત્યક્ષ પ્રસંગેનું ખાન આપેલું છે. સુધાકલશ (ઈ.સ. ૧૩૨૪)–રાજશેખરસૂરિના શિષ્ય સુધાકલમુનિએ સં. ૧૪૦ ૬ (ઈ.સ. ૧૩૫૦) માં “સંગીતે પનિષત્યારે ઠાર ની રચના કરી છે. એ ગ્રંથ પોતે સં. ૧૩૮૦ (ઈસ. ૧૯૨૪) માં રચેલા 'સંગીતે પનિષદ'ના સારરૂપ છે. આ ગ્રંથ હજી મળી આવ્યો નથી, પરંતુ “સંગીતપનિષસારોદ્ધાર' પ્રગટ થયો છે. આ કૃતિ “સંગીતમકરંદ' અને સંગીત-પારિજાતથી પણ વિશિષ્ટતર ૧૩ અને અધિક મહત્વની છે. વળી એમણે “એકાક્ષરનામમાલા” ગ્રંથ પણ રચ્યો છે. જિનપદ્મસૂરિ (ઈ.સ. ૧૩૨૬)–જિનપદ્રસૂરિ જન્મ પંજાબના હતા. એમણે “મન્તો માવઃ રૂદ્રતા:”થી શરૂ થતું નવીન કાવ્ય રચીને શ્રાવકોને ઉપદેશ આપ્યો હતો અને સંઘે એમને “બાલધવલકૂર્ચાલસરસ્વતી” એવું બિરુદ અર્પણ કર્યું હતું. ઉત્તર-અપભ્રંશ ભાષામાં સિરિથૂલિભદ્ર ફાગુ'નામક કાવ્ય સિવાય એમની બીજી આભાષાની કૃતિઓ મળી નથી. ફાગુ કાવ્યોમાં આ કૃતિ જૂનામાં જૂની છે. બે કુમારપાલચરિતકારે (ઈ.સ. ૧૩ર૮ અને ઈ.સ. ૧૪૦૮) બંને કુમારપાલના ચરિતકર્તાઓનાં નામ મળતાં નથી : (૧) પ્રથમ કુમારપાલચરિતની સં. ૧૩૮૫(ઈ.સ. ૧૩૨૯)ની હસ્તપ્રત મળે છે. આમાં કુમારપાલના જીવન વિશે ટૂંકી છતાં વ્યવસ્થિત હકીકતે આલેખી છે. (૨) બીજી રચના “કુમારપાલપ્રબોધપ્રબંધ ” હસ્તપ્રત સં. ૧૪૬૪-(ઈ.સ. ૧૪૦૮)ની મળે છે. આ કૃતિમાં ચાવડાવંશનું વર્ણન છે અને જીવ આદિ તત્વોનું સ્વરૂપ આલેખ્યું છે. સમિતિલકસૂરિ (ઈ.સ. ૧૩૩૩)–રુપલીયગના સંઘતિલકસૂરિના શિષ્ય સંમતિલકસૂરિ(અપર નામ વિદ્યાતિલકસૂરિ)એ સં. ૧૩૮૯ (ઈ.સ. ૧૩૩૨-૩૩) માં “વીરક” અને “પદર્શનસૂત્રટીકા', સં. ૧૩૯૨(ઈ.સ. ૧૩૩૫ ઈ-૫-૨૦
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy