________________
૧૧ મું 1
ભાષા અને સાહિત્ય
[ ૩૦૩
અને સમરસિંહ સમર્થ પુરુષ હતા. તેઓ પાટણ આવી વસ્યા. એમણે અલ્પખાનને મિત્ર બનાવ્યું. ત્રણે ભાઈ રાજયાધિકારી બન્યા. સમરસિંહ અલ્પખાનને સલાહકાર હતો તે તિલગ દેશનો સૂબો બન્યો. એ શ્રેષ્ઠીએ એક પ્રસંગે શત્રુંજય તીર્થ ઉપર ખંડિત થયેલાં મૂળ મંદિર અને મૂર્તિને પુનરુદ્ધાર કરવા અલપખાનને વિનંતી કરી ત્યારે અલ્પખાને એ તીર્થના ઉદ્ધાર માટે ફરમાન લખી આપ્યું.
પ્રાચીન સંસ્કૃતિના સંરક્ષણ અને ઉત્થાન માટે જૈનાચાર્યોએ પ્રબંધગ્રંથ રચ્યા, જેમાં ઐતિહાસિક કે અર્ધઐતિહાસિક કહી શકીએ તેવી અનુભૂતિઓ મને રંજક શૈલી માં મૂકી. સોલંકી કાલની પ્રણાલીને પછીના આચાર્યોએ પ્રબંધો અને ઐતિહાસિક ચરિતાની રચના દ્વારા વિકાસ કર્યો. અસ્ત થતી પ્રાચીન સંસ્કૃતિની ઘટનાએ, જે પોતાની સ્મૃતિમાં કે લેકમે કે વૃદ્ધપરંપરામાં રહી હતી તેઓને જ્યાંત્યાંથી એકત્ર કરી પ્રબંધરૂપે લિપિબદ્ધ કરવાનું ભગીરથ કાર્ય જૈનાચાર્યોએ કર્યું. આમાં ભૂતકાલીન ઘટનાઓ સાથે પોતાના સમયના પ્રસંગેને પણ એમણે રચવામાં સ્થાન આપ્યું, પરિણામે મેરૂતુંગે “પ્રબંધચિંતામણિ', રાજશેખરે ‘પ્રબ ધકાશ', કસૂરિએ ‘નાભિનંદનજિદ્ધાર પ્રબંધ', શુભશીલગણિએ “પ ચશતીપ્રબંધ', જિનપ્રભે વિવિધતીર્થકલ્પ', વિવેકધીરગણિએ શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ' વગેરે અને ઐતિહાસિક ચરિતકામાં જિનહર્ષગણિએ “વસ્તુપાલ મહાકાવ્ય, પ્રતિષ્ઠામે સોમસોભાગ્યકાવ્ય', દેવવિમલગણિએ “હીરસૌભાગ્યમહાકાવ્ય' સર્વાનંદસરિએ જગડુચરિતકાવ્ય' આદિ સ્વતંત્ર ગ્રંથ નિર્માણ કર્યા અને આ પદેશિક ગ્રંથોમાં તેમજ ટીકાગ્રંથમાં અવાંતરરૂપે કેટલાયે છૂટક પ્રબંધ રચાયા. આમાં વિપુલ ઐતિહાસિક તથા સાંસ્કૃતિક માહિતી ઉપલબ્ધ છે.
જૈનાચાર્યોએ ગ્રંથોના આદર્શોની નકલ કરનાર લેખક-લહિયાઓને અને ચિત્રકારનો વર્ગ ઊભું કરી એ મને રોજન આપ્યું અને નળે કરાવનાર દાનવીર શ્રેષ્ઠીઓની તે તે પ્રતને અંતે પ્રશસ્તિઓ રચી જ્ઞાનભક્તિનો મહિમા વધાર્યો. શ્રાવક છત્રીસ આવશ્યક કર્તવ્યમાં પુસ્તક-લેખનને પણ સ્થાન આપ્યું. શિલાલેખ જેવી ને જેટલી વિવસ્ત કહી શકાય તેવી સેંકડે પ્રશસ્તિ આજે ઉપલબ્ધ થાય છે.
એ જ રીતે “વિજ્ઞપ્તિ પત્રોના પ્રકારને વધુ વિકસાવ્યું, જેમાંથી ભૌગોલિક અને સામાજિક હકીકતો પ્રાપ્ત થાય છે.
વળી ગુજરાતી ભાષા દ્વારા સંસ્કૃત ભાષાના અધ્યયન માટે કેટલાંયે ‘ક્તિકો'ની રચના કરી, જે મુખ્યતઃ જૈનાચાર્યોનાં રચેલાં ઉપલબ્ધ છે.