________________
પશિ.
સતનતની કાળે અને એમાં પડાવેલા સિક્કા રિશ્ન
મળ્યું નથી, પણ એના અનુગામીઓમાં મહમૂદશાહ ૨ જા અને બહાદુરશાહના સિક્કાઓ પર મળે છે. અર્ધા વજનવાળા સિક્કા પર નાના વર્તુળવાળું પરિચિત ચિહ્ન છે. ગણે સિક્કાઓ પર કામણ-વર્ષ હિ. સ. ૯૭૨ છે.
સિકંદરશાહની હત્યા પછી તખ્તનશીન થયેલા મહમૂદ ૨ જાએ એના પિતામહનાં નામ લકબ અને કુન્યા ધારણ કરેલાં. એના ચાંદીનાં ૧૪૬ ગ્રેટના બે સિક્કા મળી આવ્યા છે. ૨૮ આ વજનની દૃષ્ટિએ કઈ નવીનતાવાળા નથી પણ ભાતમાં ચાંદીના સિક્કાઓથી સહેજ જુદા તરી આવે છે. એમાં આગલી બાજ પર એનાં લકબ અને કુન્યા છે, જેની ગોઠવણ એના પિતાના તાંબાના સિક્કાની બીજી ભાત જેવી છે અને એની નીચે શબ્દ સાથે વર્ષ-સંખ્યા છે. પાછલી બાજુ પર આકર્ષક ભૌમિતિક ક્ષેત્રમાં “સુલતાન' બિરૂદ સાથે એનું તથા એના પિતાનું નામ અંકિત છે.
પ્રાપ્ય બંને નમૂનાઓ પર એના ભાઈના સિક્કા જેવું ટકશાળનું ચિહ્ન આગલી બાજુ પર અંકિત છે. પ્રિન્સ ઓફ વેહસ મ્યુઝિયમની યાદીમાં અનિશ્ચિત રૂપે એના તાંબાના જે સિક્કા નેંધાયા છે ૨૯ તે એના નથી.૩૦
મહમૂદશાહ ૨ જા પછી એનો ભાઈ બહાદુરશાહ ગાદીએ બેઠો. એને લકબ કુબુદુન્યાવદ્દીન” અને લકબ “અબુલફઝલ હતા.૩૧ એને સેનાને કેઈ સિક્કો અસ્તિત્વમાં હોય એમ જણાતું નથી તેમજ ચાંદીમાં પણ એના પ્રાપ્ય સિક્કાઓની સંખ્યા વધુ નથી. તાંબાના એના સિકકા સારી સંખ્યામાં પ્રાપ્ય છે તેમજ ભાતની દષ્ટિએ વિવિધતા ધરાવે છે, એટલું જ નહિ, પણ બે એક ભાત સલ્તનતના સિક્કાઓમાં નવી ભાત પાડે છે. એના સિક્કાઓનું વજન-વૈવિધ્ય પણ નોંધપાત્ર છે. ચાંદીના ૧૨૯ ગ્રે., ૧૬ થી ૧૧૧ ગ્રે. અને ૩૨ થી ૩૫ 2. વજનના અને તાંબામાં એના પિતા મુઝફફરશાહ ૨ જાના સિક્કાઓની જેમ અસામાન્ય વજન ૨૫૧ થી ૨૬૪ ગ્રે. ઉપરાંત ૨૦૭ થી ૨૨૧ ગ્રેડ, ૧૬૮ થી ૧૭૬ ગ્રે. ૧૨૬ થી ૧૪૬ ગ્રે, ૫૩ થી ૫ ગ્રે. અને ૪૮ ગ્રે.ના છે, પણ બહાદુરશાહના સિક્કાઓની આગવી વિશિષ્ટતા, એના પ્રપિતામહ મુહમ્મદશાહ ૨ જાના સિક્કાઓ જેમ, પાલખાણની છે. પદ્યવાળા સિક્કાઓનાં ટંકશાળન ભ કે એના અંશ ધરાવતા નમૂના મળી આવવાથી આ સિક્કા બહાદુરશાહના છે એ નિઃશંક પુરવાર થયું છે.
આ સિવાય બીજા સિકકાઓ પર ટંકશાળનું નામ મળતું નથી, પણ ચાંદી અને તાંબાના અમુક નમૂનાઓ પર ટંકશાળનાં ચિદ્દન અંકિત છે.
બહાદુરશાહના ચાંદીના સિકકાની પહેલી મુખ્ય ભાત વંશાવળીવાળા સિક્કાની છે, જેમાં આગલી બાજુ પર સુલતાનનાં લકબ અને કન્યા અને એનું તથ