SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨] સલ્તનત કાલ સત્તાનાં મૂળ મજબૂત કર્યા પછી એણે ગુજરાતની ધૂંસરી નીચેથી નીકળવાને નિરધાર કરી ખંડણી આપવાનું બંધ કર્યું અને સ્વાતંત્ર્ય પોકાર્યું. પરિણામે મહમૂદ બેગડે ખાનદેશ પર ચડી આવ્યા અને આદિલ ખાન પાસેથી ચડત ખંડણી વસૂલ કરી પાછા વળે (ઈ.સ. ૧૪૯૮). આદિલ ખાન પછી ટૂંકા ગાળામાં ત્રણ રાજાએ સત્તા પર આવ્યા. છેવટે નાસીરને પૌત્ર આદિલખાન પિતાના નાના દાદા મહમૂદ બેગડાની મદદ મળતાં સત્તાધીશ બન્યા. બેગડાએ “આઝમ હુમાયૂને ખિતાબ આપી એને ગાદીનશન કર્યો. એની સામે થતાં કાવતરાને પ્રબળ સામનો એણે પિતાના સસરા, ગુજરાતના સુલતાન મુઝફરશાહ ૨ જાની મદદ મેળવી કર્યો અને અહમદનગરને નિઝામુલૂમુલ્ક ચડાઈ કરીને આવ્યો હતો તેને પાછો ફરી જવાની ફરજ પાડી. ઈ.સ. ૧૫૧૭ માં મુઝફફરશાહે મળવા પર ચડાઈ કરી ત્યારે આદિલખાન સહાયમાં હતો. ઈ. સ. ૧૫૪૦ માં એ મરણ પામે અને એને પુત્ર મીરાં મહમ્મદ (મુઝફરશાહને દૌહિત્ર અને બહાદુરશાહનો ભાણેજ) સત્તા પર આવ્યા. બહમની રાજવંશ દખણના પ્રદેશમાં ઈ.સ. ૧૩૩૭ માં હસનગંગુ નામના એક અમીરે અબુલ મુઝફ્ફર અલાઉદ્દીન બહમનશાહ' નામ ધારણ કરી, લતાબાદમાં સત્તા. સૂત્ર ધારણ કરી, ગુલબર્ગને રાજધાની બનાવી “બહમની રાજવંશની સ્થાપન કરી. ઈ.સ. ૧૩૫૮ માં અવસાન પામતાં એના પછી મુહમ્મદશાહ (ઈ.સ. ૧૩૫૮– ૧૩૭૫), અલાઉદ્દીન મુન્નહિદ (ઈ.સ. ૧૩૭૫-૧૩૭૮), દાઊદ (ઈ.સ. ૧૩૭૮), મુહમ્મદશાહ ૨ જે (ઈસ ૧૩૭૮-૧૩૭૯) સt ઉપર આવ્યા. ૧૩૯૬ માં એનું અવસાન થતાં ગિયાસુદ્દીન શમ્સદ્દીન દાટીદશાહ અને તાજુદ્દીન ફિરોઝશાહ, નામના ત્રણ સુલતાન થયા. ફિરોઝશાહે સારી રીતે રાજ્ય કરી પોતાની અત્યંત વૃદ્ધાવસ્થામાં ઊભા થયેલા આંતરિક ઝઘડામાં પિતાના નાના ભાઈ અહમદખાનને સત્તા સયાં અને એકાદ માસમાં જ મરણ પામ્યો (ઈ.સ. ૧૮૨૨). ત્રણ વર્ષ પછી અહમદશાહ બહમનીએ ગુલબર્ગથી બીદરમાં રાજધાની બદલી. ગુજરાત અને માળવા સાથે સંઘર્ષ આ રાજવીના સમયમાં પ્રથમ ઊભો થયો. ગુજરાતની સત્તા નીચેના ઝાલાવાડ(રાજસ્થાન)ના કાહાએ ગુજરાતના સુલતાન સાથે માથું ઊયકતાં ખાનદેશના નાસીરની મદદ યાચેલી. એણે અહમદશાહ બહમતીની ભલામણ કરી અને ઈ.સ. ૧૪૨૮માં બહમની રૌને નંદરબારના પ્રદેશ ઉપર ચડાઈ કરી, પણ શિકસ્ત ખાઈ ખાનદેશમાં ચાલ્યું આવવું પડ્યું. ઈ.સ. ૧૪૩૦માં બીજી ચડાઈ કરી સાલસેટ કબજે કરવા પ્રયત્ન કર્યો, ત્યાં પણ ગુજરાતના
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy