________________
મું]. સમકાલીન રાજે
[૧૩ તેથી સેરઠ પ્રમાણમાં નિર્ભય બન્યું હતું. આ મહીપાલે પ્રભાસથી દ્વારકા જતાં યાત્રાળુઓને માટે અનેક ઠેકાણે સત્રાગાર કરાવ્યાં હતાં અને દેવમંદિરના નિભાવી માટે પણ યોગ્ય પ્રબંધ કર્યા હતા. મveીવ–મદાવાગ્યે પરથી જાણવા મળે છે કે મહીપાલે પશ્ચિમના (બેટ શ્રદ્ધારના) રાજવી સાંગણને હરાવ્યો હતો. ૧૫
વૃદ્ધાવસ્થામાં એને એક પુત્ર થયો, જેનું નામ માંડલિક' પાડવામાં આવ્યું. ઉંમરે આવતાં માંડલિકને યૌવરાજ્યાભિષેક થયો. સં. ૧૫૭(ઈ.સ. ૧૪૫૧માં પુત્રને માંડલિક ૩ જા' તરીકે રાજ્યાભિષેક કરી રા' મહીપાલે પોતે વાનપ્રસ્થ ગ્રહણ કર્યું હતું. રા' માંડલિક ૩ જે
પિતાએ કરેલા રાજ્યાભિષેક સમયે માંડલિકે ખંભાતના દેવા-સુત શાહ હાંસ વગેરેની વિનંતીથી “અમારિ ઘોષણ” જાહેર કરી પ્રત્યેક માસની પાંચમ આઠમ અગિયારસ ચૌદસ તથા અમાસને દિવસે પિતાના રાજ્યમાં પશુહિંસા ન કરવાની આજ્ઞા કરી.૫૭ ઉપરકોટમાં દક્ષિણ કાઠાની અંદરની દીવાલમના સં. ૧૫૦૭( ઈ.સ. ૧૪૫૧)ને સંસ્કૃત અને તત્કાલીન ગુજરાતી ભાષામાં ! લખાયેલા લેખમાં ઉપરની અમારિષણા ઉપરાંત એની બીજી પણ પ્રશરિત આપવામાં આવી છે. ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના રાજવીઓમાં આ એક એવો રાજવી છે કે જેને નાયક તરીકે નિરૂ પીને “મહાકાવ્ય” રચવામાં આવ્યું છે. એ “મરી-' તરીકે પ્રખ્યાત છે ને એનો રચનાર એ જ ગંગાધર કવિ લાગે છે કે જેણે ચાંપાનેરના રાજવી ગંગદાસ ચૌહાણને નાયક તરીકે નિરૂપી
વાતાવાર નામનું નાટક રચ્યું છે. આ કાવ્ય દ્વારા જાણવા મળે છે કે રા' માંડલિક ૩ જાએ કુંતા, ઉમા, સિક્કા માણિક્યદેવી અને યમુના નામની ચાર કુંવરીઓ સાથે લગ્ન કર્યા હતાં, જેમાંથી કિક્કાથી એને મેલિગ નામને કુમાર થયો હતે.
એ મહાકાવ્ય અનુસાર બેટ શંખોદ્ધારના રાજવી સાંગણની ઉપર દરિયાઈ સવારી કરી, એને પરાજય કરી, વિજય પામી માંડલિકે બેટના શ્રીશંખનારાયણ દેવનું પૂજન કર્યું. ત્યાંથી પાછા વળતાં ફરી સાંગણ પારસીકા(સંભવત: સિંધના મુસ્લિમ શાસક)ની મદદ લઈ આડે પડ્યો ત્યાં સેંધવ સાથે યુદ્ધ યું, જેમાં માંડલિકને સંપૂર્ણ વિજય થયો.૫૮
માંડલિક સત્તા ઉપર આવ્યા પછી પાંચમા વર્ષે (૧૬-૧૧-૧૪૫૫ના રોજ) જૂનાગઢના ભક્તકવિ નાગર નરસિંહ મહેતા ની કસોટીને પ્રસંગ બન્યા હતા.૫૯