________________
૧૪૦]
' સલ્તનત કાલ હતું. ટ્રીસ્ટાઓએ આપેલા અહેવાલ મુજબ સુલતાને દીવમાં કિહો બાંધવા દેવાની વિનંતીને ફગાવી દીધી હતી, પણ વધુ વાતચીત થતાં ગુજરાતના દરિયાકાંઠે આવેલા કેટલાક ટાપુઓમાંથી ડેઈ પર કિટલે બાંધી વસવાટ કરવા માટે પરવાનગી આપવાની તૈયારી બતાવી હતી, પણ ડેગાએ આબુકર્કની રજા વગર એ કબૂલ કરવાની ના પાડી હતી. સુલતાને તુર્કીને કે ઇજિપ્તના લેકેને ગુજરાતમાં નહિ પ્રવેશવા દેવાની માગણીને માન્ય રાખી હતી. ડેગાએ કહ્યા મુજબ મલિક ગોપી પાસેથી એને એવું જાણવા મળ્યું હતું કે દીવમાં ફિરંગીઓના પગપેસારાની વિરુદ્ધમાં મુખ્ય મલિક અયાઝ જ હતો.૮
સુલતાન મુઝફફરના સમયમાં સુરતને હાકેમ મલિક ગોપી અને દીવને ગરર્નર તથા ગુજરાત રાજ્યનો નૌકાધિપતિ મલિક અયાઝ શક્તિશાળી સરદાર હતા. ફિરંગીઓ સાથે મલિક ગોપીએ કરેલો પત્રવ્યવહાર દવે છે કે એ ફિરંગીઓને પક્ષપાતી અને મિત્ર હતા. મલિક અયાઝની નીતિ ફિરંગી વિરોધી હતી એ સ્પષ્ટ છે. આ બંને એકબીજાના પ્રતિસ્પર્ધા અને સમોડિયા હેવાના કારણે તેઓ ફિરંગીઓના પ્રશ્નમાં એકબીજાથી જુદા પડેલા જણાય છે. મલિક અયાઝની રાષ્ટ્રપ્રેમી નીતિ હોવા છતાં એણે આબુકર્કનું સ્વાગત ઉમદા રીતે કર્યું હતું એ એની મુત્સદ્દીગીરી બતાવે છે.
આબુકર્ક દીવ છોડતી વખતે ત્યાં મલિક અયાઝની સંમતિથી ફેરનાઓ માર્ટિઝ એગેલો નામના ફિરંગી અમલદારને માલ ભરેલા એક વહાણ સાથે ત્યાં રાખ્યો હતો. એનું મુખ્ય કામ રાજકીય સમાચાર મોકલવાનું હતું. આબુકર્કને ટ્રીસ્ટાઓ ડેગા તરફથી અને એની સાથે આવેલા ગુજરાતના રાજદૂત તરફથી જણાયું કે ફિરંગીઓને દીવમાં કિલ્લે બાંધવા દેવાની વિરુદ્ધમાં મલિક અયાઝ છે, જ્યારે મલિક ગોપીનું વલણ મૈત્રીભાવનું છે.
દીવમાં રહેલા માર્ટિઝ એન્ગલેએ આબુકર્કને ચોંકાવનાર રાજકીય સમાચાર મેકલાવ્યા. એમાં કેરોના કાજીએ ગુજરાતના અને વિજાપુરના રાજાએને કિંમતી ભેટસોગાદ મેકલાવી ખ્રિસ્તીઓ ( ફિરંગીઓ) સામે યુદ્ધ કરવા આશીર્વાદ પાઠવ્યાના, એડનના રાજાએ ફિરંગીઓ દીવ પર હલ્લે કરવાના છે એવું જણાવી દીવમાં રહેતી એની પ્રજાને ત્યાંથી વહેલી તકે પાછી બોલાવી લેવાના અને મલિક અયાઝ દીવની બાબતમાં રૂબરૂ ચર્ચા કરવાના હેતુથી મોટી ભેટસોગાદો સાથે ગુજરાતના સુલતાનની મુલાકાતે ગયાના સમાચારને સમાવેશ થતો હત; એથી આબુક દીવમાં કિલ્લો બાંધવાની માગણી પર ભાર આપવા સુલતાન પાસે રજૂઆત કરવા એક ભપકાભર્યું પ્રતિનિધિમંડળ મોકલવાનું નક્કી