________________
કર)
સલ્તનત કાલ
પ્રિ.
લશ્કરે ત્યાં પણ એને પીછો કર્યો, તેથી એ નર્મદા અને રાજપીપળા વચ્ચે આવેલ નાંદેદ પહોંચ્યો, આથી મુઝફફર ભયભીત થઈ ગયો. એ ત્યાંથી ભા. એના ઘણા સૈનિક ગિરફતાર થયા કે મરાયા. આ રીતે મીરઝાખાનને સંપૂર્ણ વિજય થયો. પરિણામે મુઝફફરશાહ ગુજરાત છેડી સૌરાષ્ટ્રમાં જૂનાગઢ તરફ નીકળી ગયો. ત્યાંના અમીનખાન ગેરીએ એને ગાંડળમાં રહેવાની પરવાનગી આ વી. ૩ એની સાથે થોડા ફૂટેલા મુઘલ સૈનિક તથા કાઠી ઘોડેસવાર હતા. ત્યારબાદ ગુજરાતમાં ન ફાવે તો સૌરાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રમાં ન ફાવે તો ગુજરાતમાં એ નાસભાગ કરતો રહ્યો. મુઘલ લશ્કરની ટુકડીઓ એની પૂઠ પકડતી રહેતી. ઈ.સ. ૧૫૮૩ થી મુઘલ લકરની ટુકડીઓની દેડાદેડ મુઝફરશાહની પ્રવૃત્તિઓને સામનો કરવામાં એટલી બધી વધી ગઈ હતી કે આખા પ્રદેશમાં સામાન્ય જનતામાં શાંતિ રહી ન હતી. જૂનાગઢનો અમીનખાન ગોરી તથા નવાનગરના જેમ છત્રસાલ મદદ કરવાનાં વચન તો મુઝફરશાહને આપતા રહેતા, પરંતુ એ મુઘલ સૂબેદારથી બીતા હતા તેથી પાળી શક્તા ન હતા, અને બંનેને ખુશ રાખવા મોટી વાતો કરતા રહેતા હતા.
છેવટે જગત(દ્વારકા)ના રાજા શિવારાણ વાઘેરે સુલતાનને વહાણમાં બેસાડી બેટમાં સુરક્ષિત સ્થળે કુટુંબ સાથે રવાના કરી દીધો. શાહી લશ્કર બેટ તરફ જતું હેવાના સમાચાર મળતાં શિવા વાઘેરે સુલતાનને થોડા ઘોડા અને રાજપૂત રક્ષકે આપી કછ તરફ મોકલી દીધો. મુઘલ લશ્કર એ દરમ્યાન આવી પહોંચતાં શિવાએ એને સામને કર્યો. ને એમાં એ માર્યો ગયો. કચ્છના રાવે ભૂજથી છેડે દૂર મુઝફફરશાહને ઉતાર આવ્યો, આથી મુઘલ લશ્કરે કચ્છને મુલક તારાજ કરવાની પેરવી કરી અને મુલક સહીસલામત રાખવો હોય તો મુઝફરશાહને સોંપી દો” એમ એને જણાવ્યું ત્યારે મોરબી અને ભાળિયાનાં પરગણું જે મૂળ કચ્છનાં હતાં તે પાછાં આપી દે તો મુઝફરશાહને સોંપી દેવાની રાવે ખાતરી આપી. આને હકારમાં જવાબ મળતાં સ્વાર્થ ખાતર મુઝફરશાહને એણે ગો કરી પકડાવી આપો. મુઘલ લશ્કર એને લઈને મોરબી તરફ જતું હતું ત્યાં ધરકા (કે ધરમક) મુકામે મુઝફફરશાહ હાજતે જવાનું બહાનું કાઢીને એક મોટા ઝાડ પાછળ ગયો, ત્યાં એણે પોતાના લેંઘામાંથી છુપાવી રાખેલ અ કાઢી પિતાનું ગળું કાપી નાખ્યું. સુબેદારખાન આઝમે અકબર ઉપર એનું માથે મોકલી આપ્યું. આમ હિ. સ. ૧૦૦૦(ઈ.સ. ૧૫૯૧-૯૨)માં ગુજરાતના છેલ્લા સુલતાને એ સમયની હિંદની જબરદસ્ત શહેનશાહત સામે વર્ષો સુધી ઝઝૂમી આ દુનિયાને ત્યાગ કર્યો, પરંતુ એની સામે નમતું ન જોખ્યું.