________________
૧૧૦]
સલ્તનત કાલ
[પ્ર•
6.
પાસેથી હાંસલ કર્યુ હતું. એણે એના પિતાને ખુશ કરવા કુરાને શરીફ કંઠસ્થ " હતું. સ`ગીતશાસ્ત્રમાં એ પ્રવીણ હતા અને કાવ્યની પણ રચના એ કરતા હતા.૧૩ એ આખુ જીવન કેફી પીણાની કુટેવમાંથી મુક્ત રહ્યો હતેા.૧૪
એના સમયમાં ખેતીના નાંધપાત્ર વિકાસ થયેા હતેા. ઝાલાવાડમાં એના સમયમાં એ કારણે ધાસચારાને માટે અમુક જમીન અનામત રાખવાના કાયદા ધડવાની જરૂરત પેશ આવી હતી.
પ્રદેશના વિભાગેામાં પહેાંચીને વહીવટ ઉપર દેખરેખ રાખવાની એની નીતિ પ્રશંસાપાત્ર હતી.
રાજ્યના સંરક્ષણ માટે કિલ્લાઓનાં બાંધકામ અને સમારકામ ઉપર પણ એણે યાગ્ય પ્રમાણમાં ધ્યાન આપ્યું હતું.
સુલતાન સિંકદર (ઈ.સ. ૧૫૨૬)
મુઝફ્ફરશાહ ૨ ના અવસાન પછી એના શાહજાદાએ વચ્ચે પાયતખ્ત માટે સંધર્ષ થયા. જુદા જુદા અમીરે ત્રણ શાહજાદાઓની નેતાગીરી નીચે ત્રણ પક્ષામાં વહેંચાઈ ગયા. અમીર ઇમાદુલ મુલ્ક ખુશકદમે અને ખુદાવંદખાને સુલતાનના અવસાન પછી તરત જ સુલતાને ઠરાવેલ વલી-અહદ (રાજવારસ) સિકદરને સુલતાન તરીકે અમદાવાદમાં જાહેર કર્યાં અને તખ્ત ઉપર ખેસાડયો, પરંતુ એ નિળ અને વિલાસી હતા.
આના પરિણામે શાહજાદા બહાદુરખાન અને શાહજાદા લતી ખાનના પક્ષાએ જોર કરવા માંડયું. દરમ્યાનમાં સુલતાન સિક ંદર પ્રત્યેના અગાઉના વેરને લઈ ને માહુલ મુલ્ક ખુશકદમે ઈ.સ. ૧૫૨૬ ના મે માસની તા. ૨૬ મીએ અર્પેારની નિદ્રાની હાલતમાં જ સિકંદરનું ખૂન કરાવી દીધું અને એના સ્થાને સુલતાન મુઝશાહ ૨ જાના જનાનામાંથી નસીરખાન નામના ‘મહમૂદ્શાહ'ના ખિતાબ સાથે સુલતાન તરીકે જાહેર કર્યાં સિકંદર માત્ર એક માસ અને ૧૬ દિવસ તખ્ત ઉપર રહ્યો.
બાળ શાહજાદાને
આ રીતે સુલતાન
સુલતાન મહમૂદશાહ ૨ જો (ઈ.સ. ૧૫૨૬)
બાળ શાહજાદાને તખ્ત ઉપર બેસાડી પ્રમાદુમુલ્ક ખુશકદમ સત્તાની લગામ મુક્તપણે પેાતાના હાથમાં રાખવાને ઇરાદો રાખતા હતા. એની જોહુકમીથી જૂના અમીશ તંગ આવી ગયા હતા. તેએ મુહમ્મદાબાદ(ચાંપાનેર)માંથી નાસી છૂટયા